coronavirus / એક મહિલા બની આ દેશના ૮૦% કોરોના કેસનું કારણ; આ દર્દીએ સલાહ ના માની અને દેશે ભોગવ્યું પરિણામ

South Korea super spreader female patient infects 80% of total cases

સમગ્ર વિશ્વ અત્યારે એક મહામારીનો સામનો કરી રહ્યું છે જેનું નામ છે કોરોના વાયરસ. ભારત સહિત સમગ્ર દેશોના આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે આ રોગ અતિશય ચેપી છે આથી દર્દીઓ જ નહિ શંકાસ્પદ કેસો પણ આઈસોલેશનમાં જતા રહે એ જરૂરી છે. જો એમ ન થાય તો વરવા પરિણામો ભોગવવા પડી શકે છે. એવું જ એક ઉદાહરણ સાઉથ કોરિયાની એક મહિલા દર્દી છે જેની બેદરકારીથી સાઉથ કોરિયામાં તેના સંપર્કમાં આવેલા તોતિંગ ૧૧૬૦ લોકો કોરોનાવાયરસનો ભોગ બન્યા અને સમગ્ર દેશ કોરોનાવાયરસની ચપેટમાં આવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ