બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:22 PM, 2 September 2024
સોશિયલ મીડિયાના જમાનામાં ડીપફેક અશ્લિલ વીડિયો માથાનો દુખાવો બન્યાં છે. ગમે ત્યારે ગમે તેવો આવા વીડિયો વાયરલ થઈ જતાં હોય છે જેને કારણે જાણીતી હસ્તીને ખૂબ શરમ વેઠવાનો વારો આવે છે. આવી જ એક સ્ટારનો ડીપફેક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવાન સાથે ફિઝિકલી ઈન્ટીમેટ થઈ રહેલી દેખાય છે. સાઉથ કોરિયાની 20 વર્ષની સ્ટાર K-pop મૂર્તિ Wonyoungનો આ વીડિયો વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો અશ્લીલ ડીપફેક વીડિયો ઘણી સાઈટ પર વાયરલ થઈ રહ્યો છે. જો કે હજુ સુધી આ મામલે વોનયોંગ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ADVERTISEMENT
<script async src="//www.instagram.com/embed.js"></script>
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ ફોલોઅર્સ
K-pop મૂર્તિના ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ ફોલોઅર છે અને તેની સંખ્યામાં સતત ઉમેરો થઈ રહ્યો છે.
<script async src="//www.instagram.com/embed.js"></script>
ડીપફેક શું છે?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી ડીપફેક વીડિયોનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ડીપફેકનો અર્થ એ છે કે સેલિબ્રિટીના ફોટા અને વિડિયો સાથે છેડછાડ કરીને તેને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે સાચા-ખોટાની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે. સેલેબ્સના અવાજ સાથે ચેડા કરીને ડીપફેક વીડિયો પણ વાયરલ કરવામાં આવી રહ્યા છે.
રશ્મિકા મંદાનાનો પણ વીડિયો થયો હતો વાયરલ
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સાઉથની એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો પણ ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. અદ્દલોઅદલ રશ્મિકા જેવી લાગતી આ છોકરી એકદમ હોટ અંદાજમાં લિફ્ટની અંદર જતી જોઈ શકાતી હતી. જોકે આ વીડિયો રશ્મિકા મંદાનાનો નહીં પરંતુ તેના જેવી લાગતી ઝરા પટેલ નામની છોકરીનો છે જે લિફ્ટની અંદર જતી જોઈ શકાય છે. આ વાયરલ વીડિયોમાં રશ્મિકા જેવી લાગતી છોકરી ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે, જેને કેટલાક પસંદ કરી રહ્યા છે તો કેટલાક એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. રશ્મિકાનો આ વીડિયો જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી / અમેરિકાની ચૂંટણીમાં ભારતના 'નાચો નાચો'ની ધમાલ, કમલા હેરિસનો મજેદાર વીડિયો વાયરલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.