બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:07 AM, 18 February 2025
ચીની સ્ટાર્ટઅપ DeepSeekના AI ચેટબોટ પર પ્રતિબંધ મૂકનારા દેશોની સંખ્યા સતત વધી રહી છે. આ લિસ્ટમાં તાજેતરમાં સાઉથ કોરિયાનું નામ પણ જોડાઈ ગયું છે, જેણે ડેટા કલેક્શન પર ચિંતા વ્યક્ત કરીને ચીની ચેટબોટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉથ કોરિયા જ્યાં સુધી એ ખાતરી ન કરી લે કે આ ચેટબોટ સ્થાનિક કાયદાઓનું પાલન કરીને ડેટા કલેક્ટ કરી રહ્યું છે ત્યાં સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે. ચીને આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
ડાઉનલોડ પર લગાવી દીધો પ્રતિબંધ
સાઉથ કોરિયામાં પ્રતિબંધ બાદ, DeepSeekના ડાઉનલોડ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તે ગુગલ અને એપલ એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ નથી. જોકે, તેને વેબ બ્રાઉઝર દ્વારા એક્સેસ કરી શકાય છે. સાઉથ કોરિયાના પર્સનલ ઇન્ફર્મેશન પ્રોટેક્શન કમિશને DeepSeekના ડેટા કલેક્શન પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે આ મામલાને ઉકેલવામાં સમય લાગી શકે છે. બીજી તરફ, DeepSeekએ સ્થાનિક સરકાર સાથે કામ કરવા માટે તેના એક અધિકારીની નિમણૂક કરી છે.
ADVERTISEMENT
આવી ચીનની કડક પ્રતિક્રિયા
સાઉથ કોરિયામાં DeepSeek પર પ્રતિબંધ બાદ ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું કે સાઉથ કોરિયાએ વેપાર મુદ્દાઓનું રાજકારણ ન કરવું જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયે DeepSeekનો બચાવ કરતા કહ્યું કે ચીની કંપનીઓ વિદેશમાં સ્થાનિક નિયમો હેઠળ કામ કરે છે.
આ પણ વાંચો: ટોરોન્ટો એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ કરતી વખતે સ્કિડ થઈને વિમાન પલટ્યું, 19 મુસાફરો ઈજાગ્રસ્ત
અત્યાર સુધીમાં ઘણા દેશોએ લગાવ્યો પ્રતિબંધ
DeepSeek પર પ્રતિબંધ મૂકનાર સાઉથ કોરિયા પહેલો દેશ નથી. અગાઉ, તાઇવાન અને ઓસ્ટ્રેલિયાએ સરકારી ડિવાઇસ પર આ ચેટબોટ ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેવી જ રીતે ફ્રાન્સ અને ઇટલીએ પણ તેના પર કેટલાક પ્રતિબંધો લગાવી રાખ્યા છે. ઘણા અહેવાલોમાં એ સામે આવી ચુક્યું છે કે DeepSeek યૂઝર્સનો વધુ પડતો ડેટા કલેક્ટ કરે છે અને તેને ચીની સરકાર દ્વારા નિયંત્રિત કંપનીઓના સર્વર પર સ્ટોર કરે છે. આનાથી સર્વેલન્સનું જોખમ વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.