બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 10:09 AM, 19 September 2023
ADVERTISEMENT
સાઉથ સિને જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર અને કમ્પોઝર વિજય એન્ટનીની 16 વર્ષીય દીકરી મીરા એંટનીએ આપઘાત કર્યો છે. આજે સવારે 3 વાગ્યે વિજય એન્ટનીની દીકરીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું, ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જતા, ત્યાં મૃત જાહેર કરવામાં આવી હતી.
વિજય એન્ટની સવારે 3 વાગ્યે તેમની દીકરીના રૂમમાં ગયો તો તેમણે જોયું કે, તેમની દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. વિજય એન્ટની સ્ટાફની મદદથી તેમની દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વિજયની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરી રહી હતી. આ સમાચાર સામે આવતા ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
સાઉથ ઈન્ડસ્ટ્રીમાં વિજય એન્ટનીનું ખૂબ જ નામ છે. વિજય એન્ટનીનો જન્મ 24 જુલાઈ 1975ના રોજ થયો હતો અને એન્જિનિયર તરીકે કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારપછી મ્યુઝિક કમ્પોઝ કરવાનું શરૂ કર્યું છે. વિજય એન્ટનીએ ફિલ્મ Naanની મદદથી એક્ટિંગની શરૂઆત કરી હતી. વર્ષ 2006માં વિજય એન્ટનીએ ફાતિમા સાથે લગ્ન કર્યા હતા. વિજય એન્ટનીની દીકરીના નિધનના સમાચાર સામે આવતા પરિચિતોનો જમાવડો થઈ રહ્યો છે.
વિજય એન્ટનીના પરિવારજનો તેની દીકરીનું નિધન થયું છે, તે વાતનો વિશ્વાસ નથી કરી શકતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિજય એન્ટનીની દીકરીનું નિધન થયું હોવાની જાણકારી શેર કરવામાં આવી રહી છે અને તેને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.