અલકાયદાએ તાલિબાનને શુભેચ્છા સંદેશ પાઠવતા કાશ્મીર દુશ્મનોના કબ્જામાંથી મુક્ત કરાવવાની વાત કરી છે.
અલકાયદાએ તાલિબાનને શુભેચ્છા સંદેશ પાઠવ્યો
અલકાયદાએ કહ્યું કાશ્મીર સહિત આ જમીનને મુક્ત કરાવવાની છે
અલકાયદાએ અમેરિકાને અપમાનિત અને પરાજિત કરવા બદલ તાલિબાનની પ્રશંસા કરી
અલકાયદાએ તાલિબાનને શુભેચ્છા સંદેશ પાઠવ્યો
અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીત પર પોતાના શુભેચ્છા સંદેશમાં આતંકી સંગઠન અલકાયદાએ કાશ્મીર અને અન્ય તથાકથિત ઈસ્લામી ભૂમિને ઈસ્લામના દુશ્મનોના કબ્જામાંથી મુક્ત કરાવવાની વાત કરી છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં પૂર્ણ સ્વતંત્ર્તા મેળવવાની ઘોષણાના થોડાક જ કલાક બાદ અલકાયદાએ આ એલાન કર્યું. અલકાયદાએ અફઘાનિસ્તાનથી અમેરિકન સૈન્યની વાપસીને તથાકથિત ઈસ્લામિક વિસ્તારની સ્વતંત્રતા સાથે જોડતા ફિલિસ્તાન, લેવંત, સોમાલિયા અને યમનને પણ મુક્ત કરાવવાની વાત કરી છે.
અલકાયદાએ કહ્યું કાશ્મીર સહિત આ જમીનને મુક્ત કરાવવાની છે
અફઘાનિસ્તાનમાં અલ્લાહ દ્વારા આપવામાં આવેલી જીત પર ઈસ્લામિક ઉમ્માને શુભેચ્છા શીર્ષક લખતા પોતાના સંદેશમાં આતંકી સંગઠનોએ કહ્યું કે ઓ અલ્લાહ, લેવંત, સોમાલિયા કશ્મીર અને અન્ય ઈસ્લામી ભૂમિને ઈસ્લામિક દુશ્મનોના કબ્જામાંથી મુક્ત કરાવો. ઓ, અલ્લાહ દુનિયાભરમાં મુસ્લિમ કેદીઓને આઝાદી પ્રદાન કરો. 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ક્ષેત્રીય વિશ્લેષકો અને સુરક્ષા અધિકારીઓને આ વાતની ચિંતા છે તે આતંકી સમુહની જીતે દક્ષિણ એશિયાના તમામ આતંકી સંગઠનોને નવી ઉર્જા આપી છે.
તાલિબાન અને અલકાયદા વચ્ચે હજું સંપર્ક અને સંબંધ
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધ ઓબ્જર્વેશન ટીમ તરફથી જારી રિપોર્ટમાં રહેવામાં આવ્યું છે કે એ વાતના કોઈ પુરાવા નથી કે તાલિબાને અલકાયદાની સાથે પોતાની લિંક અને સંપર્ક ખતમ કરી દીધા છે.
અલકાયદાએ અમેરિકાને અપમાનિત અને પરાજિત કરવા બદલ તાલિબાનની પ્રશંસા કરી
અલકાયદાએ પોતાના સંદેશમાં કહ્યું અમે સર્વશક્તિમાનની પ્રશંસા કરીએ છીએ. તેમણે અવિશ્વાસના હેડ અમેરિકાને અપમાનિત અને પરાજિત કર્યા છે. અમે અમેરિકાની કરોડરજ્જુનું હાડકું તોડવા, તેમની વૈશ્વિક પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવા અને અફઘાનિસ્તાનને ઈસ્લામી ભૂમિથી અપમાનિત, પરાજિત કરી ખદેડવા માટે સર્વશક્તિમાનની પ્રશંસા કરીએ છીએ.