બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / south africa asks serum institute 1 million astrazeneca coronavirus vaccine doses back
Bhushita
Last Updated: 12:39 PM, 17 February 2021
ADVERTISEMENT
દ. આફ્રિકાએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને કોરોનાની વેક્સીનના 10 લાખ ડોઝ પરત લેવા કહ્યું છે. આ ડોઝ કંપનીએ ફેબ્રુઆરીમાં મોકલ્યા હતા. અઠવાડિયા પહેલાં દ. આફ્રિકાએ કહ્યું હતું કે AstraZenecaને તેના વેક્સીનેશન પ્રોગ્રામમાં રોકી દેવાઈ છે. SII AstraZeneca સૌથી મોટા સપ્લાયરના રૂપમાં તૈયાર થયું છે. ભારતે છેલ્લા અઠવાડિયે 10 લાખ ડોઝ દ. આફ્રિકાને મોકલ્યા હતા અને આવનારા અઠવાડિયે 5 લાખ ડોઝ મોકલવાની છે.
ADVERTISEMENT
AstraZeneca આપી રહી છે સીમિત સુરક્ષા
દ. આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે સરકાર AstraZenecaની કોરોના વાયરસ વેક્સીનના ડોઝ વેચી શકે છે. જો કે એક ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના 501Y.V2 વેરિએન્ટની ઓછી ગંભીર બીમારી પર વધારે અસર થતી નથી, આ પછી વેક્સીનેશન પ્રોગ્રામમાં તેના ઉપયોગ પર રોક લગાવાઈ હતી. આફ્રિકાની વિટવોટ સૈંડ યુનિ. અને ઓક્સફર્ડ યૂનિ.ના સ્ટડીમાં મળેલા ડેટા અનુસાર એસ્ટ્રાજેનેકાએ કહ્યું કે તેની વેક્સીન આ વેરિઅન્ટની વિરુદ્ધમાં સીમિત સુરક્ષા આપી રહી છે.
નવા વાયરસથી ચિંતા
કંપનીનું કહેવું છે કે નવા વાયરસને માટે આ વેક્સીનને તૈયાર કરાશે અને જલ્દી તે તૈયાર થઈ જશે. મહામારીના આટલા મહિનામાં કોરોના વાયરસ હજારો વાર મ્યૂટેટ થયો પણ વૈજ્ઞાનિકોએ 3 વેરિઅન્ટને લીને ચિંતા જણાવી છે જે પહેલાથી વધારે સંક્રામક છે. તેમાં બ્રિટેનનું કેંટ, દ.આફ્રિકા અને બ્રાઝિલના વેરિઅન્ટ સામેલ છે. તેમાં દ. આફ્રિકી વેરિઅન્ટ વેક્સીનના વિરોધ પ્રતિરોધી જણાઈ રહ્યું છે અને દુનિયાના અનેક ભાગમાં જોવા મળી રહ્યું છે.
નવા સ્ટ્રેનને માટે વેક્સીન પર કામ
જોનસન એન્ડ જોનસન અને નોવાવેક્સે કહ્યું કે તેમની વેક્સીન નવા સ્ટ્રેનની વિરોધમાં અસરકારક નથી. આ રીતે મોર્ડના નવા વેરિએન્ટને માટે બૂસ્ટર શોટ તૈયાર કરી રહી છે જ્યારે ફાઈઝર બાયોએનટેકની વેક્સીન પણ ઓછી અસરકારક મળી છે. બ્રિટને ઓક્સફર્ડની વેક્સીનના 10 કરોડ ડોઝ ખરીદ્યા છે અને લાખો લોકોને વેક્સીન આપી ચૂક્યું છે. અન્ય તરફ મુસાફરી ન કરનારા લોકોમાં પણ વેરિએન્ટના 11 કેસ આવ્યા છે જેનાથી કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો વધી રહ્યો છે જેના કારણે ટેસ્ટિંગની સંખ્યા પણ વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.