બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'ભીડ તો JCBથી ખોદકામ થતું હોય ત્યારે પણ...', પુષ્પા 2ની સફળતા પર આ એક્ટરે જુઓ શું કટાક્ષ કર્યો
Last Updated: 12:55 PM, 11 December 2024
સુકુમારના નિર્દેશનમાં બનેલી પુષ્પા 2 નો લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે, અને બોક્સ ઓફિસ કલેક્શન પણ ઘણા રેકોર્ડ બ્રેક કરી છે. જ્યાં એક તરફ અલ્લુ અર્જુન અને તેની ફિલ્મ દર્શકોની વાહવાહી મેળવી રહી છે ત્યારે બીજી તરફ સાઉથ અને બૉલીવુડ એકટર સિદ્ધાર્થે તેના પર ટિપ્પણી કરી છે. આ એ જ સિદ્ધાર્થ છે જેણે હાલમાં બૉલીવુડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી સાથે લગ્ન કર્યા છે. ચાલો જાણીએ સિદ્ધાર્થે શું કહ્યું.
ADVERTISEMENT
શું કહ્યું સિદ્ધાર્થે?
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર બિહારમાં એક ઇવેંટ દરમિયાન સિદ્ધાર્થે કહ્યું કે, " આ દેશમાં જેસીબી (JCB) થી ખાડા પણ ખોદવામાં આવી રહ્યા હોય તો પણ લોકોની ભીડ જમા થઈ જાય છે. એટલે બિહારમાં અલ્લુ અર્જુનને જોવા માટે ભીડ જમા થાય તો તે કોઈ મોટી વાત નથી. જો તેઓ ઓર્ગેનાઇઝ થઈને પણ કામ કરશે તો પણ ભીડ જમા થશે. તેનું માનવું છે કે ભારતમાં ભીડનો મતલબ ક્વોલિટી નથી. જો આ સાચું હોત તો રાજનૈતિક પાર્ટીઓ જીતવી જોઈએ. 'રંગ દે બસંતી' ફેમ એક્ટરે કહ્યું કે અંહિયા ભીડ ખાલી મફતની બિરયાની અને દારૂ માટે જ જમા થાય છે."
વધુ વાંચો: બોક્સ ઓફિસ પર પુષ્પા 2નો દબદબો, સતત છઠ્ઠા દિવસે કલેક્શન કરોડોને પાર, તોડ્યો રેકોર્ડ
ગ્રાન્ડ લેવલ પ્રમોશન
સિદ્ધાર્થે આ વાત કરી છે બિહારના પટનામાં તહીએલ પુષ્પા 2 ના ટ્રેલર લોન્ચ પર ભેગી થયેલી ભીડ માંતે. જો કે આ ફિલ્મનું ભારતભરમાં ગ્રાન્ડ લેવલ પર પ્રમોશન કરવામાં આવ્યું છે. ફિલ્મને લઈને દર્શકોમાં જે ક્રેઝ છે તે બોક્સ ઓફિસના આંકડામાં છલકાઈ આવે છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે વર્લ્ડ વાઈડ 950 કરોડની કમાણી કરી લીધી છે તો ભારતમાં ફિલ્મની કમાણી 650 કરોડના આંકને પાર કરી ગઈ છે. જો કે સિદ્ધાર્થના આ નિવેદનથી તેમના ફેન્સ નારાજ થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT