બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / sourav ganguly resign as ATK mohan bagan director

ના હોય! / દાદાએ અચાનક આપ્યું રાજીનામું : IPL વિવાદથી બચવા માટે લીધો મોટો નિર્ણય કહ્યું, હું રિઝાઇન...

Kinjari

Last Updated: 01:20 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ બુધવારે એક મોટો નિર્ણય કર્યો છે. વિવાદથી બચવા માટે તેમણે એક મોટા પદેથી રાજીનામું આપી દીધું છે.

  • સૌરવ ગાંગૂલીએ આપ્યું રાજીનામુ
  • વિવાદથી બચવા કર્યો આ નિર્ણય
  • લલિત મોદીએ લગાવ્યા આરોપ

સૌરવ ગાંગૂલીએ આપ્યું રાજીનામુ
ISL ક્લબ ATK મોહન બાગન ફૂટબોલ ટીમના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. આ ક્લબનું સ્વામિત્વ RPSG વેન્ચર્સ પાસે છે. જેણે સોમવારે લખનઉમાં 7090 કરોડ રૂપિયાની બોલી લગાવી અને નવી IPL ટીમના માલિક બન્યા. ગાંગૂલીના આ પ્રયાસને વિવાદને ટાળવાના પ્રયત્ન તરીકે જોવામાં આવે છે. ISL એ ઇન્ડિયન સુપર લીગ છે અને ATK મોહન બાગાન એક ફૂટબોલ ટીમ છે જેના ડિરેક્ટર પદેથી ગાંગૂલીએ રાજીનામુ આપી દીધુ છે.

 

 

ગાંગૂલીએ શું કહ્યું
ગાંગૂલીએ બુધવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ATK મોહન બાગાનની વૅબસાઇટ અનુસાર જ્યારે ગાંગુલીના નામનો ઉલ્લેખ ડિરેક્ટર તરીકે સંજીવ ગોએન્કા સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ તરીકે કરવામાં આવી રહ્યો હતો, ત્યારે CVC કેપિટલના સંદર્ભમાં હિતોના સંઘર્ષે વધુ એક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેને રૂ. 5625 કરોડની બોલી બાદ ફ્રેન્ચાઇઝીના માલિક બનાવવામાં આવ્યા હતા. 

 

 

વિવાદથી બચવા કર્યો નિર્ણય
IPLના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ BCCI પર આરોપ લગાવ્યો હતો. સોમવારે BCCIએ નીલામી પ્રક્રિયાને નિયમ મુજબ પૂરી કરી હતી અને સાંજે 2 નવી ટીમો અને તેને પોતાના નામે કરનાર માલિકોના નામની ઘોષણા કરી હતી. પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીએ BCCI પર ટીમોની નીલામીને લઇને આરોપ લગાવ્યો છે. છેતપિંડીના આરોપમાં ભારતથી ફરાર થયેલા લલિત મોદીએ ઇંગ્લેન્ડથી ટ્વિટ કરીને બોર્ડ પર આરોપ લગાવ્યો છે. 

 

 

લલિત મોદીની ટ્વિટ

લલિતે ટ્વિટ કરતા ગંભીર આરોપ લગાવ્યો અને લખ્યું કે, મને તો લાગે છે સટ્ટાબાજી કરનાર કંપનીઓ પણ IPLની ટીમને ખરીદી શકે છે. બની શકે આ કોઇ નવો નિયમ હોય કારણકે બોલી લગાવનાર વ્યક્તિ જ એક સટ્ટા લગાવનાર કંપનીના માલિક છે. મતલબ હવે BCCIએ પોતાનું હોમવર્ક વ્યવસ્થિત કર્યું નથી. આ મુદ્દે એન્ટિ કરપ્શન યુનિટ શું કરી શકે છે. 

જાણો અમદાવાદ આઇપીએલ ટીમનો માલિક કોણ છે 

  • અમદાવાદ આઇપીએલ ટીમની ખરીદી વિદેશી કંપની CVC કેપિટલે કરી છે
  • CVC કેપિટલની પેટા કંપની IRELIA COMPANY PTE. LTD ખરીદી છે   
  • CVC કેપિટલે વિશ્વની અગ્રણ્ય ફાઇનાન્સ કંપનીમાં સ્થાન પામે છે
  • CVCનું હેડક્વાટર્સ યુરોપમાં લક્ઝમબર્ગમાં દેશમાં આવેલું છે
  • CVC કેપિટલનું કુલ અસ્કયામત $ 111 બિલિયન યુએસ ડોલર છે
  • CVC કેપિટલ એશિયા અને યુરોપમાં ફાયનાન્સ અને એસેટ પર કામ કરે છે
  • CVC કેપિટલ 40 વર્ષ જૂની કંપની ફાઇનાન્સ કંપની છે
  • CVC કેપિટલ જૂદા જુદા દેશમાં ત્રણ લાખ જેટલા કર્મચારી છે 
  • CVC કેપિટલના પાસે 5 લાખ જેટલી જુદા જુદા દેશમાં મિલ્કતો છે 
  • CVC કેપિટલ વિશ્વખ્યાત કાર રેસિંગ ફોર્મ્યુલા વન ગૃપમાં પણ હિસ્સેદાર છે 
  • આ રીતે CVC સ્પોર્ટસ, ગેમમાં પહેલેથી જ કાર્યરત છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ