બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત કે વિરાટ નહીં, આ ખેલાડી બનશે ટેસ્ટનો મહાન ક્રિકેટર, ગાંગુલીની સૌથી મોટી ભવિષ્યવાણી
Last Updated: 07:34 PM, 9 September 2024
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટી આગાહી કરી છે. તેમણે એક ખેલાડીની વાત કરતા કહ્યું કે તે ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટનો મહાન ખેલાડી બની શકે છે.આ ખેલાડી છે રિષભ પંત
ADVERTISEMENT
સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સામેલ થઈ શકે છે. ગાંગુલીએ એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન કહ્યું, "હું ઋષભ પંતને ભારતના શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનમાંથી એક માનું છું. તેના ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમનથી હું આશ્ચર્યચકિત નથી. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં રમતો રહેશે. જો તે આ રીતે પ્રદર્શન કરતો રહેશે, તો તે ટેસ્ટ ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સામેલ થઈ જશે. મારું માનવું છે કે તેને નાના ફોર્મેટમાં પણ સારું પ્રદર્શન કરવાની જરૂર છે. તે પ્રતિભાશાળી છે અને મને ખાતરી છે કે તે જલદી આમાં સફળ રહેશે."
લાંબા સમય પછી ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન
ADVERTISEMENT
ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા પછી પંત પહેલી વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો છે. તેને બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. અને પૂરી શક્યતા છે કે બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી ચેન્નઈમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે તેને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવશે.
મોહમ્મદ શમીની પુનરાગમન પર આ વાત કહી
મોહમ્મદ શમીને ઓપરેશનના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, પરંતુ ગાંગુલીને વિશ્વાસ છે કે આ ઝડપી બોલર આ વર્ષના અંતમાં યોજાનારા ઑસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. તેમણે કહ્યું, "મને ખબર છે કે મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત હોવાને કારણે ટીમમાં નથી, પરંતુ તે જલદી પુનરાગમન કરશે કારણ કે ભારતને ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવો છે. ભારતનું બૉલિંગ આક્રમણ અત્યારે ખૂબ જ સારું છે."
હું ભારતના ઑસ્ટ્રેલિયા પ્રવાસની રાહ જોઈ રહ્યો છું: ગાંગુલી
ગાંગુલીએ આગળ કહ્યું, "હું ભારતના ઑસ્ટ્રેલિયા પ્રવાસની રાહ જોઈ રહ્યો છું. ટીમની ત્યાં સાચી પરીક્ષા થશે. તે પછી ટીમને જુલાઈમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવો છે અને આ બંને પ્રવાસો ખૂબ જ મહત્વપૂર્ણ હશે. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની હાજરી અને શમીના પુનરાગમનથી તે સમયે ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ મજબૂત હશે.
આ પણ વાંચોઃ જોયું છે ધોનીનું આલીશાન ફાર્મ હાઉસ? નહીં ને તો જોઇ લો આ તસવીરોમાં, કંઇ મહેલથી કમ નથી!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.