બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:24 PM, 18 September 2024
Sourav Ganguly : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન આક્રમકતા માટે પ્રખ્યાત હતા. તે ઘણીવાર મેદાન પર અને ડ્રેસિંગ રૂમમાં ગુસ્સે થતાં જોવા મળ્યા હતા. આ અગાઉ BCCI અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો વિરાટ કોહલી સાથે કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, સૌરવ ગાંગુલી અન્ય એક મામલાને લઈને ખૂબ નારાજ દેખાયા. તેમણે યુટ્યુબર વિરુદ્ધ સાયબર સેલમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
સૌરવ ગાંગુલીએ શા માટે કરી ફરિયાદ?
ADVERTISEMENT
સૌરવ ગાંગુલીની સેક્રેટરી તાન્યા ચેટર્જીએ કોલકાતા સાયબર સેલને લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં યુટ્યુબરની ચેનલનું નામ અને તેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હજુ સુધી મીડિયામાં જાહેર કરવામાં આવ્યો નથી. આ ફરિયાદ અનુસાર યુટ્યુબર સૌરવ ગાંગુલીને ટાર્ગેટ કરી રહ્યા હતા અને તેમનું અપમાન કરી રહ્યા હતા. જ્યારે યુટ્યુબર તેના વીડિયોમાં તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ ફરિયાદમાં દાદાએ સાયબર ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ કર્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
વિવાદો સાથે દાદાનું જોડાણ
સૌરવ ગાંગુલી ક્રિકેટર અને BCCI તરીકે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવાદોમાં ફસાયેલા વ્યક્તિ રહ્યા છે. પછી તે તેમની ટી-શર્ટ ઉતારીને લોર્ડ્સની બાલ્કનીમાં ફરવાની વાત હોય કે પછી વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવાનો વિવાદ હોય. સૌરવ ગાંગુલી હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાત ભૂલી શકાય તેમ નથી કે તે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતા. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે વિદેશી ધરતી પર તિરંગો ફરકાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયા માટે સફળ કેપ્ટન હોવાની સાથે સાથે એક ઉત્તમ બેટ્સમેન પણ હતા, તે દાદા અને કોલકાતાના પ્રિન્સ જેવા નામોથી પણ ઓળખાય છે. ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ (7212 રન) અને 311 ODI (11363 રન) મેચ રમી હતી આ સિવાય તે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો પ્રથમ કેપ્ટન હતા. KKR ઉપરાંત ગાંગુલી આ લીગમાં પૂણે વોરિયર્સ ઈન્ડિયા તરફથી પણ રમ્યા હતા. IPLની 59 મેચોની 56 ઇનિંગ્સમાં તેના નામે 1349 રન અને 10 વિકેટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.