ક્રિકેટ અને બોલીવૂડનો સંબંધ ગાઢ છે, ક્રિકેટર્સ પર બનેલી ફિલ્મો હોય કે ફિલ્મી સિતારાઓ સાથે ક્રિકેટર્સના સંબંધો હોય, ફિલ્મ અને ક્રિકેટ એકમેકના પૂરક છે.
સૌરવ ગાંગુલી પર બનશે ફિલ્મ
ગાંગુલીએ ન્યૂઝ કરી કન્ફર્મ
આ હીરો ગાંગુલીનો રોલ પ્લે કરશે
ખેલાડીઓ પર આધારિત ફિલ્મો બનતી આવી છે અને MS ધોની હોય કે અજહરુદ્દીન પર બનેલી ફિલ્મ હોય, પરદા પર તે હીટ જ સાબિત થઇ છે. ઘણા લાંબા સમયથી ગાંગૂલી પર બનનારી ફિલ્મની દર્શકો રાહ જોઇ રહ્યાં હતા જેના માટે ગાંગૂલીએ હા કહી દીધી છે.
ગાંગુલીએ કરી પુષ્ટી
સૌરવ ગાંગુલીએ પોતે જ આ વાતની પુષ્ટી કરી છે અને કહ્યું કે, હા મે બાયોપીકને લઇને હા પાડી દીધી છે. આ ફિલ્મ હિન્દીમાં હશે પરંતુ આ ફિલ્મ કોણ ડિરેક્ટ કરશે અથવા ગાંગુલી કોણ બનશે તેને લઇને કોઇ નિર્ણય લેવાયો નથી.
દાદાના રોલ માટે રણબીરનું નામ આગળ
મળતી માહીતી અનુસાર, ફિલ્મમાં સૌરવનો રોલ કરવા માટે રણબીર કપૂરનું નામ સૌથી આગળ છે. આ ફિલ્મ મોટા બેનર હેઠળ બનશે અને તેનુ બજેટ લગભગ 200 થી 250 કરોડ રૂપિયા હશે. પહેલા તેવી અફવા સામે આવી હતી કે ગાંગુલીનો રોલ ઋતિક રોશન પ્લે કરશે પરંતુ તે સમયે ગાંગુલીએ ઓફરનો સ્વિકાર કર્યો નહોતો.
ફિલ્મમાં બતાવાશે ગાંગુલીની કહાણી
ફિલ્મને લઇને જ્યારે ગાંગુલીએ પોતે નિવેદન આપી દીધુ છે ત્યારે તેની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઇ ગયુ છે. પ્રોડક્શન હાઉસ સાથે બેઠકો કર્યા બાદ રણબીર કપૂરનું નામ આગળ આવ્યું હતુ. આ ફિલ્મમાં ગાંગુલીની યંગ લાઇફથી લઇને ઇન્ટરનેશનલ ક્રિકેટર બનવા સુધીની કહાણી બતાવવામાં આવશે.