બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SOU tourism sector center of attraction for tourists from center and abroad

પ્રવાસન / SOU બન્યું દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર, જાણો દરરોજ કેટલા પ્રવાસીઓ લે છે મુલાકાત

Mahadev Dave

Last Updated: 03:46 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાળાઓમાં ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ છે ત્યારે પ્રવાસીઓની પહેલી પસંદગી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે.જેમાં રોજ પ્રવાસીઓની સંખ્યામા વધારો નોંધાઈ રહ્યો છે.

  • દૈનિક 20થી 25 હજાર પ્રવાસીઓનું આગમન
  • તંત્રએ કરી વિશેષ વ્યવસ્થા 
  • ઠંડા પાણી અને શેડ બનાવાયા

નર્મદા જિલ્લો અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે. જેથી ફરવાંના શોખીન પ્રવાસીઓમાં પહેલેથી જ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. તેવામાં શાળાઓનું ઉનાળુ વેકેશન પડી ગયું હોવાથી માતાપિતા પોતાના બાળકોને હરવાફરવા માટેનું પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પસંદ કરી રહ્યા છે. ઉનાળાનું તાપમાન ભલે 41થી 42 ડિગ્રી હોઈ પરંતુ પ્રવાસીઓ sou ને જ પસંદ કરી રહ્યા છે અને જેને કારણેજ રોજના 20 થી 25 હજાર પ્રવાસીઓ sou પર આવી રહ્યા છે.

હાલમાં દૈનિક 20થી 25 હજાર પ્રવાસીઓનો ઘસારો 
હરવા ફરવાની બાબતમાં ગુજરાતીઓનો પહેલેથી જ અલગ અંદાજ રહ્યો છે. તેવામાં હાલ રાજ્યમાં ઉનાળું વેકેશન શરૂ થઇ ગયુ છે. ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલમાં દૈનિક 20થી 25 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સ્ટેટ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સેલેટર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અશક્ત અને ચાલીના શકે તેવા પ્રવાસીઓ માટે વ્હીલચેરની સુવિધા પણ છે. દરેક જગ્યાએ પ્રવાસીઓ માટે પીવાના ઠંડા પાણીની સુવિધા કરવામાં આવી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓ માટે ઊભી કરાઇ સુવિધા
ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની આવક વધવાની શક્યતાઓમાં sou (સ્ટેચ્યૂ ઓફ યુનિટી) સત્તા મંડળ દ્વારા પણ પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ પણ વધારવામાં આવી છે. આગામી ચોમાસામાં જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય નિખરી ઉઠશે ત્યારે પ્રવસીઓમાં હજી પણ વધારો થશે.  હાલ ઉનાળાની ઋતુ ચાલે છે અને ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યું છે ત્યારે સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં પણ આ વખતે ગરમીએ માઝા મુકી છે પરંતુ આ ગરમીમાં પણ પ્રવાસીઓનું આકર્ષણ ઓછું થયું નથી અને તેનું કારણ એ છે કે અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

ટેન્ટ સીટી અને હોટેલો પણ થઇ બુક
સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સસેલેટર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અશક્ત અને ચાલીના શકે તેવા પ્રવાસીઓ માટે વહીલ ચેરની સુવિધા પણ છે. વધુમાં દરેક જગ્યા એ પ્રવાસીઓને પીવાનું ઠંડુ પાણીની સુવિધા કરવામાં આવી અને જે કેનોપી બનવવામાં આવી છે જેના પર પાણીનો છંડકાવ કરી ગરમીને ઓછી કરવામાં આવી રહી છે  ઉપરાંત જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં તમામ જગ્યાએ શેડ બનવવામાં પણ આવ્યા છે. ત્યારે પ્રવાસીઓ આટલી ગરમીમાં પણ અહીં આલ્હાદ્ક વાતાવરણનો અનુભવ કરે છે અને આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ગુજરાતમાં નહિ પણ કોઈ વિદેશી પર્યટક સ્થળ હોય તેવો અનુભવ કરે છે.આ સાથે ટેન્ટ સીટી અને હોટેલો પણ બુક થઈ રહી છે. ઉનાળાની ગરમીને કારણે સ્વિમિંગ પુલ સહિત ઇન્ડોર ગેમની પણ સુવિધાઓ કરી રહયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Narmada SoU Tourists statue of unity સ્ટેચ્યૂ ઓફ યુનિટી SOU
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ