કમર અને ગરદનનો દુ:ખાવો દવા વગર જ થઇ જશે છૂમંતર, બદલો આ આદત 

By : vishal 01:29 PM, 12 January 2019 | Updated : 01:29 PM, 12 January 2019
જો તમને ગરદન અને કમરમાં દુ:ખાવો થતો હોય તો, તમારે તમારી બેસવાની પોજિશનમાં થોડો બદલાવ લાવવો પડશે. જે તમે બેસવામાં થોડુ ચેન્જ લાવશો તો તમારો દુ:ખાવો દવા વગર છૂમંતર થઇ જશે. 

ઓફિસમાં કમ્પ્યુટર નજીકથી ગરદન ઝુકાવીને કામ કરવાથી ગરદન પર દબાવ પડે છે. જેથી માથાનો દુ:ખાવો, એકાગ્રતામાં કમી, માનસિક તણાવ જેવી પરેશાનીઓ થાય છે અને ગરદનનેમાં દુ:ખાવો થાય છે. 

એક રિસર્ચ મુજબ, જ્યારે તમારી બેસવાની સ્થિતિ સીધી હોય છે ત્યારે તમારા પાછળના સ્નાયુઓ તમારા માથા અને ગરદનના ભારને સહારો આપે છે અને જ્યારે તમે ગરદનને 45 ડિગ્રી આગળના ભાગે નમાવો તો તમારી ગરદન એક આધારની જેમ કામ કરે છે. જેથી સીધા, ટટ્ટાર બેસીને કામ કરવાથી આ દુ:ખાવો નથી થતો. 

આ એક ભારે વસ્તુ ઉઠાવવા જેવુ છે. આપણા માથા અને ગરદનનું વજન લગભગ 45 પાઉન્ડ જેટલું હોય છે. જેથી ગરદન કે કમરમાં દુ:ખાવો થાય તો ડરવાની જરૂર નથી. Recent Story

Popular Story