બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sonu Sood spoke openly on nepotism in Bollywood said It will always be there it is your strength to get out of it

મનોરંજન / ખૂલીને બોલ્યો સોનુ સૂદ: ફિલ્મ જોયા વગર બૉયકોટ કરવો યોગ્ય નથી, નેપોટિઝમ તો બોલિવૂડમાં હંમેશા રહેશે

Arohi

Last Updated: 05:13 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદી ફિલ્મમાં મોટાભાગે નેપોટિઝમનો મુદ્દો ઉઠતો રહે છે. ઘણા સ્ટાર્સે તેના પર ખુલીને પોતાના વિચારો જણાવ્યા છે. સોનુ સૂદે પણ હવે આ મામલામાં પોતાનું રિએક્શન આપ્યું છે.

  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોટિઝમનો મુદ્દો 
  • આ મામલે સોનુ સૂદે આપ્યું રિએક્શન 
  • કહ્યું- નેપોટિઝમ તો બોલિવૂડમાં હંમેશા રહેશે 

સોનુ સૂદે બોલિવુડથી લઈને સાઉથ સુધી પોતાનું નામ કમાયું છે. સોનુ સૂદ ફક્ત ફિલ્મોમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ હીરો છે. કોરોના કાળમાં તેમણે ખૂબ જરૂરીયાતમંદોની મદદ કરી છે. લોકોને તેમના ઘરો સુધી પહોંચાડવાથી લઈને સારવાર કરવા, ઓક્સીજન પહોંચાડવા અને રાશન આપવા સુધીની દરેક વસ્તુઓમાં ખૂબ આગળ રહ્યા છે. 

જેની બાદ લોકોએ અભિનેત્રાને રિયલ હીરો માની લીધો. હજુ પણ સોનુ સૂદ લોકોની મદદ કરવા માટે આગળ આવી જાય છે. જોકે હાલમાં જ એક ઈન્ટરવ્યૂ વખતે સોનુ સૂદ પાસેથી નેપોટિઝ્મને લઈને સવાલ પુછવામાં આવ્યો. જમનો તેમણે પોતાના અંદાજમાં જવાબ આપ્યો. 

નેપોટિઝમ પર બોલ્યો સોનુ સૂદ 
હિંદી સિનેમામાં મોટાભાગે નેપોટિઝમનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ઘણા સ્ટાર્સે તેના પર ખુલીને પોતાનું મંતવ્ય આપ્યું છે. સોનુ સૂદે હવે આ મામલામાં પોતાના રિએક્શન આપ્યું છે. એક પોડકાસ્ટ શોમાં જ્યારે સોનુ સૂદને નેપોટિઝમને લઈને સવાલ કરવામાં આવ્યો તો અભિનેતાએ કહ્યું, "જુઓ તે હંમેશા રહેશે, જેમના માતા-પિતા ઈન્ડસ્ટ્રીથી છે. તેમના બાળકોને રોલ મળશે જ. તે જંગની વચ્ચે તમે કઈ રીતે નીકળી શકો છો તે તમારી તાકાત છે."

હંમેશા રહેશે નેપોટિઝમ 
સોનુ સૂદે આગળ કહ્યું, "મને લાગે છે કે ઈન્ડસ્ટ્રી રોલ આપે છે લોકોને પરંતુ અહીં ઘણી વખત થોડો સમય લાગે છે પોતાનું ટેલેન્ટ સાબિત કરવામાં અથવા પોતાની જગ્યા બનાવવામાં. જો તમે બોલો કે ભઈયા ઈન્ડસ્ટ્રીના બાળકોને રોલ મળે છે પરંતુ અમને કેમ નહીં તો નેપોટિઝમ હંમેશા હતો અને રહેશે."

હવે નથી ભાષાનો અવરોધ 
તેના ઉપરાંત અભિનેતાને ઈન્સ્ટ્રીમાં ભાષામના બેરિયરને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો. જેના જવાબમાં સોનુએ કહ્યું, "હવે ઈન્ડસ્ટ્રીમાં ભાષાને લઈને ઘણા બેરિયર નથી. મને લાગે છે કે સાઉથે મને ખૂબ પ્રેમ આપ્યો છે. મેં હિંદીની ખૂબ સારી ફિલ્મો છોડી છે સાઉથ માટે. દસ ફિલ્મો આવે છે, તો હું એક કરતો હતો. હું સાઉથમાં વ્યસ્ત રહેતો હતો. જો પિક્ચર સારૂ લાગે તો કરૂશ નહીં તો નહીં કરૂ."

સોનુએ બૉયકોટ માટે કહી આ વાત 
સોનુ સૂદે પોતાના ઈન્ટરવ્યૂમાં બૉયકોટ કરવાને લઈને કહ્યું, "મને લાગે છે કે આજકાલ લોકો વધારે સંવેદનશીલ થઈ ગયા છે. અથવા તો બની રહ્યા છે. જે લોકો ફિલ્મને બૉયકોટ કરે છે. મને નથી ખબર તેમનાથી ફિલ્મ પર કેટલો પ્રભાવ પડે છે અને તે બૉયકોટ કલ્ચર કેટલું યોગ્ય છે. પરંતુ વગર જોયે જો તમે ફિલ્મને બોલો છે કે તે બૉયકોટ કરી દેવામાં આવે તો આ યોગ્ય નથી. તમે પિક્ચરને રિજેક્ટ કરી શકો છો કે પિક્ચર સારૂ નથી પરંતુ જોયા વગર તેના પર પોતાનું મંતવ્ય ન બનાવી દો. મને લાગે છે કે તે થોડુ યોગ્ય નથી. તક જરૂર હોવી જોઈએ કે તુ પોતાની સ્ટોરી જણાવ અમે બતાવીશુ કે આ સ્ટોરી સાંભળવી કે નહીં."

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Sonu Sood nepotism strength Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ