Video / બસ અને એરક્રાફ્ટ બાદ હવે આ રીતે પ્રવાસી મજૂરોને ઘરે મોકલી રહ્યો છે સોનુ સૂદ, વીડિયો વાયરલ

Sonu Sood sends migrant workers to Uttar Pradesh and Bihar from Thane Railway station video viral

કોરોના વાયરસ મહામારીના સંકટમાં એક નામ એવું છે જે દરેકના મોઢે ચડી ગયું છે અને એ નામ છે સોનુ સૂદ. જી હાં, અત્યારે ચારેય તરફ સોનુ સૂદની વાહવાહી થઈ રહી છે. કોરોના સંકટમાં જ્યારે પ્રવાસી મજૂરો પગપાળા અનેક પરેશાનીઓનો સામનો કરીને પોતાના વતન જવા નીકળી પડ્યાં ત્યારે સોનુ સૂદ તેમના માટે દેવદૂત બનીને આવ્યો. સોનુએ આ મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું નેક કામ શરૂ કર્યું. તેણે પહેલાં બસોની વ્યવસ્થા કરી પછી ફ્લાઈટ અને હવે ટ્રેનથી મજૂરોને ઘરે મોકલવામાં મદદ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ