મદદ / 6 વર્ષના બાળક માટે સોનુ સૂદે કર્યું એવું નેક કામ કે સોશિયલ મીડિયા પર આગની જેમ થઈ રહ્યું છે વાયરલ

sonu Sood Helped In Treatment Of 6 Year Old Kid Who Fell From Building

જ્યારથી કોરોનાને કારણે લોકડાઉન થયું છે ત્યારથી સોનુ સૂદ પ્રવાસી મજૂરો સહિત અનેક જરૂરિયાતમંદોની મદદ કરી તેમનો મસીહા બની ગયો છે. તે સતત લોકોની મદદ કરી રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન મુશ્કેલીમાં મૂકાયેલા લોકોની મદદ કરીને સોનુએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો સોનુ પાસે મદદ માગતા રહે છે. તો કેટલાક ફેન્સ અને સોશિયલ મીડિયા યૂઝર્સ સોનુ સામે વિચિત્ર ડિમાન્ડ પણ કરતા રહે છે. ત્યારે હાલમાં જ એક 6 વર્ષનું બાળક પહેલાં માળેથી પડી ગયું તો સોનુએ તેની મદદનો હાથ આગળ કર્યો અને હવે બાળક ખતરાથી બહાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ