બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Sonu Sood Gives Stern Warning After Actor Impersonator Arrested For Duping Needy People
Noor
Last Updated: 11:59 AM, 7 April 2021
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, એક ટ્વિટ પર તેણે અનેક જરૂરિયાતમંદ લોકોની અલગ અલગ રીતે મદદ કરી છે. ત્યારે આ દરમિયાન કેટલાક લોકો સોનુના નામનો ફાયદો ઉઠાવીને ગરીબો સાથે છેતરપિંડી કરી રહ્યાં છે. હાલમાં જ પોલીસે એક એવા જ શખ્સની ધરપકડ કરી છે, જે બાદ એક્ટરે ચેતવણી આપી છે.
Thank you @cyberabadpolice @TelanganaCOPs @cpcybd @TelanganaDGP for helping us catch the culprits who are trying to cheat the needy.
— sonu sood (@SonuSood) April 6, 2021
Requesting all the frauds to stop their activities else they will be behind bars soon. Stop cheating poor people🙏 https://t.co/JrOIJAJA9R pic.twitter.com/nAkA7fbZRq
ADVERTISEMENT
હકીકતમાં સોનુની સંસ્થાના એક બેંક ખાતાની સાથે છેતરપિંડી મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ ચંદન પાંડે તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સોનુથી જોડાયેલા એક બેંક ખાતામાંથી ચંદને 60 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. જોકે, ચંદનનું કહેવું છે કે તેણે કોઈ બીજાના કહેવા પર આ પૈસા ઉપાડ્યા હતા અને તેના બદલે તેને કમીશન મળ્યું હતું.
સોનુએ કહ્યું - ગુનેગારોને પકડવામાં મદદ કરો
હવે સોનુ સૂદે ટ્વિટર પર સાયબર અને તેલંગાણા પોલીસની પ્રશંસા કરતાં પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વિટ કર્યું, 'જરૂરિયાતમંદોને છેતરનારા ગુનેગારોને પકડવામાં અમારી મદદ કરવા બદલ આભાર. હું તમામ છેતરપિંડી કરનારાઓને વિનંતી કરું છું કે તેઓ તેમની પ્રવૃત્તિઓ બંધ કરે નહીંતર તેઓ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે. ગરીબ લોકોને છેતરવાનું બંધ કરો. '
આ કેસમાં પોલીસ દરોડા પાડી રહી છે
હવે સોનુ સૂદના ચાહકો સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યાં છે. સાથે જ પોલીસનું કહેવું છે કે આ કેસમાં ઘણાં આરોપીઓના નામ સામે આવ્યા છે અને તેલંગાણા પોલીસ હવે ઉત્તર બિહારના સીતામઢી સહિતના ઘણાં જિલ્લાઓમાં દરોડા પાડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.