સોશ્યલ મીડિયા પર એક વ્યક્તિ સોનૂ સૂદને પોતાના એક મહિનાની સેલેરી આપવાનું કહી રહ્યો છે. આ વ્યક્તિ સોનૂના કામનો પ્રશંસક રહ્યો છે. આ વ્યક્તિ સોનૂના કામથી એટલો ઈમ્પ્રેસ થયો છે કે તેને પોતાની એક મહિનાની સેલેરી આપવા ઈચ્છે છે.
સોનૂના કામથી ઈમ્પ્રેસ થયો ફેન
એક મહિનાનો પગાર આપવા કહ્યું
ફેનના મેસેજનો સોનૂએ આપ્યો આ જવાબ
એક્ટર સોનૂ સૂદે કોરોના કાળમાં એટલી મદદ કરી છે કે તેનાથી તેના ફેન્સ પણ પ્રેરિત થઈ રહ્યા છે. તેઓને જેટલી વાર ટ્રિબ્યુટ આપવામાં આવે ઓછું છે. પરંતુ જો કોઈ ફેન એક્ટરના કામથી એટલો ઈમ્પ્રેસ થઈ જાય કે તે પોતાના એક મહિનાનો પગાર સોનૂને મદદ માટે દાન કરવા ઈચ્છે તો હેરાન થઈ જાઓ તે શક્ય છે. પરંતુ જ્યારે ફેને સોનૂને મદદની અપીલ કરી તો તેઓએ આવો જવાબ આપ્યો અને મદદને નકારી.
मै ज्यादा कुछ तो नहीं कर सकता हूं @SonuSood भाई मै आपको अपना एक महीने का वेतन दे सकता हूं ताकि और ज्यादा से ज्यादा लोगो को आप मदद कर सके
Thanks @SonuSood brother
My 9939646073
સોશ્યલ મીડિયા પર એક વ્યક્તિએ સોનૂ સૂદને પોતાના એક મહિનાની સેલેરી આપવાની વાત કહી છે. આ વ્યક્તિ સોનૂના કામથી ઈમ્પ્રેસ થયો છે અને તેને એક મહિનાની સેલેરી આપવાની વાત કહી છે. તે લખે છે કે હું કંઇ વધારે કરી શકતો નથી. @SonuSood ભાઈ હું તમને મારા એક મહિનાનો પગાર આપી શકું છું. જેથી વધારે લોકોને તમે મદદ કરી શકો. હવે ફેનની આ રજૂઆતે સોનૂ સૂદનું દિલ જીતી લીધું છે. એક્ટરે પણ ફેનની રજૂઆત પર એવો જવાબ આપ્યો છે કે લોકો ખુશ થઈ ગયા છે.
आप से अमीर आदमी कोई नही भाई।
हमेशा ऐसे ही रहना।
पड़ोस में किसी परिवार की मदद कर देना समझो आपका वेतन मेरे पास पहुँच गया। https://t.co/W6gt7hUwXN
સોનૂએ કહ્યું કે તમારાથી અમીર કોઈ વ્યક્તિ નથી. હંમેશા આ રીતે જ રહેજો, તમે શક્ય હોય તો પાડોશમાં કોઈ પરિવારની મદદ કરી દેજો, સમજજો તમારો પગાર મારા સુધી આવી ગયો. જ્યારે સોનૂ સૂદ જાણમે છે કે આ વ્યક્તિ વધારે કમાણી કરતો નથી. આ માટે તેઓએ તેમની સેલેરી સ્વીકારી નથી. પરંતુ તેને અન્યની મદદ કરવાની શીખામણ આપી છે. એક્ટરની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સને સોનૂનો આ અંદાજ પસંદ આવ્યો છે.
વિદ્યાર્થીઓની કરશે મદદ
આમ તો આ સમયે સોનૂ સૂદ પોતાને એક અન્ય કામ સાથે પણ જોડી રહ્યો છે. આ કામના આધારે તે વિદ્યાર્થીઓની મદદ કરવા જઈ રહ્યો છે. જે NEETની પરીક્ષા આપવા માટે અનેક કિલોમીટરની મુસાફરી કરી રહ્યા છે. એક્ટરે વાયદો કર્યો છે કે તે વિદ્યાર્થીઓને માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરશે.