પ્રવાસી શ્રમિક / જ્યારે ખુદ ભાજપના ધારાસભ્યએ સોનૂ સૂદ પાસે માંગી મદદ અને લોકોએ કહ્યું શરમ કરો...

sonu sood bjp mla help madhya pradesh

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લા દ્વારા બોલીવુડ અભિનેતા સોનૂ સુદ પાસે શ્રમિકોને લાવવા માટે મદદ માગવા પર નિશાન તાક્યું છે. ધારાસભ્યએ મુંબઇમાં ફસાયેલા મધ્યપ્રદેશ રીવા અને સતના જિલ્લાના નિવાસીઓની યાદી બનાવી ટ્વિટ કરતાં સોનૂ સુદ પાસે મદદ માંગી. જેને લઇને કોંગ્રેસ નેતા અલકા લાંબાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં તેમના જ પક્ષની સરકાર હોવા છતાં સોનૂ સૂદ પાસે મદદ માંગી રહ્યાં છે. એટલું જ નહીં, અલકા લાંબાએ તો આ ધારાસભ્યને રાજીનામું આપવા સુધીની વાત કહી દીધી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ