બોલિવૂડ / સોનુ સૂદને મળવા બિહારથી સાઈકલ લઈને મુંબઈ આવવા નીકળ્યો ફેન, તો એક્ટરે તરત જ તેને ફોન કર્યો અને....

sonu Sood Airlifts Fan Cycling From Bihar To Mumbai To Meet And Hug Him

કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમય દરમિયાન અનેક લોકોની મદદ કરીને સોનુ સૂદ મસીહા બની ગયો છે. લાખો લોકો આજે પણ સોનુ સૂદ પાસે મદદ માંગી રહ્યાં છે અને સોનુ બધાંને જવાબ પણ આપે છે. આ જ કારણ છે કે, રિયલ લાઈફના આ હીરોને મળવા માટે તેનો એક ફેન બિહારથી મુંબી સાઈકલ પર નીકળી પડ્યો છે. અરમાન નામનો આ ફેન અંગે જ્યારે સોનુ સૂદને ખબર પડી તો તેણે વાર કર્યા વિના ફેન વારાણસી પહોંચ્યો અને તેના માટે મુંબઈની ફ્લાઈટ ટિકિટ બુક કરી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ