મનોરંજન જગતમાં નાની અમથી વાત પર પણ વિવાદ શરૂ થઈ જાય છે. ત્યારે ઈન્ડિયન આઈડલ 12ના એક એપિસોડમાં કિશોર કુમાર સ્પેશિયલ થીમ રાખી હતી. જે બાદ વિવાદ સર્જાયો છે. ચાલો જાણીએ શું છે મામલો.
મનોરંજન જગતમાં નાની અમથી વાત પર પણ વિવાદ શરૂ થઈ જાય છે
ઈન્ડિયન આઈડલ 12ને લઈને પણ વિવાદ સર્જાયો છે
એક એપિસોડમાં કિશોર કુમાર સ્પેશિયલ થીમ રાખી હતી
કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડ બાદ વિવાદ શરૂ થયો
આ એપિસોડ દરમિયાન કન્ટેસ્ટન્ટ અને જજ કિશોર કુમારના સોન્ગ્સને ન્યાય ન આપી શકવાને કારણે ફેન્સ નારાજ થઈ ગયા અને સોશિયલ મીડિયા પર નારાજગી જાહેર કરી. આ સાથે જ ચાહકોની નારાજગીને સમર્થન આપતાં અમિત કુમારે કહ્યું કે તેમને પણ ત્યાં દરેકનું પર્ફોમન્સ પસંદ આવ્યું નહોતું પરંતુ તેમને તેમની પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું, જે તેમણે કરી દીધી.
સોનુ નિગમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતે હંમેશાં મ્યુઝિક જગત વિશે કેટલાક ઘટસ્ફોટ કરતો રહે છે. આટલું જ નહીં, અનેક વખત તે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવી જાય છે. જોકે, સોનુએ હવે ઈન્ડિયન આઇડલને લગતા વિવાદને સમાપ્ત કરવાનું કહ્યું છે. સોનુ નિગમે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને અમિત કુમારને સાચા ગણાવ્યા. સાથે જ તેમણે કહ્યું કે આમાં ઇન્ડિયન આઇડલની પણ ભૂલ નથી. તેમણે કહ્યું, 'હું આ વિવાદને લાંબા સમયથી જોઈ રહ્યો છું અને ચુપ છું પણ હવે તે સહન થઈ રહ્યું નથી. અમિત કુમાર જી એક એપિસોડમાં આવ્યા અને આવી વસ્તુઓ બહાર આવી હતી કે કન્ટેસ્ટન્ટ સારું ગાતા નથી અને જજો સારુ નથી ગાતા, આ તમારો અભિપ્રાય છે. દરેક કિશોર કુમાર ન બની શકે. કોઈ પણ કિશોર કુમાર ન બની શકે, પરંતુ દરેક તેમના ગીતોને ન્યાય પણ ન આપી શકે.
આગળ સોનુ નિગમે કહ્યું, 'અમિત કુમાર જી આવ્યા છે, તે ખૂબ મોટા માણસ છે. તેમણે આપણા કરતા વધારે વિશ્વ જોયું છે. તેમણે ખૂબ મોટા લોકો સાથે કામ કર્યું છે. તેઓ ખૂબ જ શિષ્ટ માણસ છે જે જલ્દી કશું બોલતા નથી અને લોકો તેમનો લાભ લઈ રહ્યામ છે. હું ઈન્ડિયન આઇડલને કહેવા માંગુ છું કે આ વિવાદનો અંત લાવી દો. અમિત કુમાર જીએ ક્યારેય એવું કહ્યું ન હતું કે તેમને બળજબરીથી બોલાવવામાં આવ્યા હતા. તેમણે બસ એક વાત કહી. આમાં ઇન્ડિયન આઇડલનો પણ દોષ નથી. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે સ્પર્ધકોને થોડી પ્રશંસા કરી દેજો, જેથી તેમનો ઉત્સાહ વધશે. સોનુ નિગમે વધુમાં કહ્યું કે, 'અમિત કુમારે કે ઈન્ડિયન આઇડલે કંઈપણ ખોટું કહ્યું નથી, પરંતુ જે લોકો આ વિવાદને હવા આપી રહ્યાં છે, તે ખોટું છે. એવી વાતો કહેવામાં આવી કે અમિત કુમાર જી ગુસ્સે થઈ ગયા, પણ આવું કશું થયું નથી.
સોનુએ કહ્યું, 'અમિત જીને એકલા છોડી દો. શું આપણા કોઈ વડીલ અથવા શિક્ષકો એવું કહે છે કે આપણે સારું કરી શકીએ અથવા આ સારું ન હતું, તો શું આપણે નારાજ થઈ જઈએ છીએ? આપણે તેને કેવી રીતે ઠીક કરી શકીએ તે વિશે વિચારવું જોઈએ. અમિત કુમાર જીએ કહ્યું કે તેમને પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ વિવાદ તો પહેલાં જ શરૂ થઈ ગયો હતો. હું દરેકને વિનંતી કરું છું કે વિવાદ કરવાની જરૂર નથી. ઇન્ડિયન આઇડલ એક સારો પ્લેટફોર્મ છે, કેટલીક વખત સ્પર્ધકો ભૂલો કરે છે, પરંતુ આ વિવાદને અહીં સમાપ્ત કરી દઈએ.