Sonia Gandhi Is Misleading People On Citizenship Law Nirmala Sitharaman
પ્રતિક્રિયા /
CAA પર સોનિયા ગાંધીના નિવેદન પર નિર્મલા સીતારમણનો પલટવાર કહ્યું કે.....
Team VTV10:12 AM, 21 Dec 19
| Updated: 01:29 PM, 21 Dec 19
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. નિર્મલા સીતારમણે કહ્યું સોનિયા ગાંધી ખોટી રીતે CAA ની સરખામણી NRC સાથે કરી રહી છે, જેનો ડ્રાફટ પણ હજુ સુધી તૈયારી થયો નથી.
નિર્મલા સીતારમણના સોનિયા ગાંધી પર પ્રહાર
હજુ NRC મુદ્દે કંઇ નક્કી જ નથી કરાયું
શું કોંગ્રેસ હિંસક પ્રદર્શનને સમર્થન આપે છે
નાણા મંત્રી સીતારમણે કહ્યું કે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ સૌથી પહેલા કાયદા અંગે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઇએ અને જરૂરિયાત પડે તો તે અંગે સ્પષ્ટીકરણ માગવું જોઇએ. નાણા મંત્રીએ જણાવ્યું કે લોકોએ તેવા વ્યક્તિઓથી બચવું જોઇએ જે હિંસા અને ડર ફેલાવી ભ્રમમાં નાંખી રહ્યાં છે.
NRC નો ડ્રાફટ પણ તૈયાર કરાયો નથી
નિર્મલા સીતારમણે કહ્યું હું ભારતના બધા નાગરિકોને અપીલ કરુ છું કે આ ભ્રમ અને ડરની સ્થિતિમાં ના ભ્રમિત થઇ જતાં. કોંગ્રેસ, તૃણમુલ અને આપ પાર્ટીની સાથે-સાથે લેફ્ટ પાર્ટી CAA અને NRC ને અંદરો-અંદર જોડીને ડર પેદા કરી રહી છે જ્યારે NRC અંગેનો ડ્રાફ્ટ હજુ સુધી તૈયાર પણ થયો નથી.
નિર્મલા સીતારમણના સોનિયા ગાંધી પર પ્રહાર
સોનિયા ગાંધીએ નાગરિકતા કાયદાને લઇ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેને લઇ નિર્મલા સીતારણને સોનિયા ગાંધી પર પલટવાર કર્યો છે. નાણા મંત્રીએ કહ્યું કે હજુ NRC મુદ્દે કંઇ નક્કી જ થયું નથી. કોઇ ફ્રેમ વર્ક થયું નથી.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના મનમાં આવા વિચારો ક્યાંથી આવે છે. એક જવાબદારી પાર્ટીના અધ્યક્ષ આવી વાતો કેવી રીતે કરી શકે. કોંગ્રેસ, આપ, ટીએમસી સહિતની વિપક્ષી પાર્ટીઓ જનતા વચ્ચે ભ્રમ ફેલાવી ડર ઉભો કરી રહી છે. ત્યારે શું સોનિયા ગાંધી હિંસક પ્રદર્શનને સમર્થન કરે છે.