બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 12:19 PM, 12 May 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
સોનમે સૌથી પહેલાં ઈન્સ્ટાગ્રામ પર તેના બેડરૂમની તસવીરો શેર કરી. જેમાં તેનો રૂમ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. આ તસવીરોમાં સોનમ અને તેનો પતિ રીડિંગ કરતાં જોવા મળી રહ્યાં છે. જે બાદ એક્ટ્રેસ ઘરમાં બનેલાં વિશાળ ગાર્ડનની તસવીરો પણ શેર કરી. તેના ઘરનું ગાર્ડન જબરદસ્ત લાગી રહ્યું હતું.
આ પછી સોનમે તેના ઘરના સ્ટડી રૂમની તસવીરો શેર કરી, જેમાં તેના પતિ સાથે બુક્સ જોવા મળી રહી છે. આ દરમિયાન સોનમ કપૂરે તેનું કિચન પણ બતાવ્યું. તસવીરોમાં તે કંઈક બનાવતી પણ જોવા મળી રહી છે.
સોનમ કપૂરે તેના આલીશાન ઘરની તસવીરો શેર કરીને લખ્યું- ક્વોરંટાઈનના સ્નેપશોટ્સ. તમને જણાવી દઈએ કે, લોકડાઉન શરૂ થતાં પહેલાં જ સોનમ અને તેનો પતિ લંડનથી પાછાં આવ્યા હતા અને ત્યારથી જ તેઓ દિલ્હીમાં રોકાયેલા છે. એક્ટ્રેસના વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લી વખત ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર દુલ્કર સલમાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.