આ કારણથી સોનાલીએ થયું કેન્સર, મેડિકલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

By : juhiparikh 05:57 PM, 12 July 2018 | Updated : 05:57 PM, 12 July 2018
બોલિવૂડની બ્યૂટીફૂલ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં કેન્સર સામે જંગ લડી રહી છે. તેની જાણકારી એક્ટ્રેસ પોતે સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં તે સારવાર કરાવી રહી છે. સોનાલી માટે સામાન્ય લોકોથી લઈને બોલિવૂડના તમામ કલાકાર તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો સોનાલી બેન્દ્રેની મેડિકલ રિપોર્ટમાં એક વધુ નવો ખુલાસો થયો છે. જેને લઈને તમે પણ ચોંકી જશો.

મીડિયા રિપોર્ટ્માં થયેલા ખુલાસા અનુસાર, સોનાલીની બેદકારીના કારણે તેણે કેન્સર થયું છે. વાસ્તવમાં ડૉક્ટર્સનું કહેવું છે કે, ''સોનાલીની બેદરકારીના કારણે જ તેને આ બિમારને આટલા સ્ટેજ સુધી પહોંચ્યા પછી જાણ થઇ.''

જાણકારી મુજબ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને લાંબા સમયથી શરીરમાં દુખાવાની ફરિયાદ હતી, જેને તે અવગણી રહી હતી. જ્યારે તેની આ બીમારી ખતરનાક સ્ટેજ પર પહોંચી ગઈ તો તેને ટેસ્ટ કરાવ્યા, જેમાં તેને કેન્સર હોવાની વાત સામે આવી. આટલું જ નહીં આ દરમિયાન તેને એમ પણ જાણ થઈ કે તેનું કેન્સર લાસ્ટ સ્ટેજ પર પહોંચી ગયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાલીને ઠીક થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. સોનાલીને તેના પરિવાર, મિત્રોની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે. અક્ષય કુમાર સોનાલીને મળવા માટે ન્યૂયોર્ક પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન પણ‘ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર’ નામના કેન્સરની સારવાર લંડનમાં કરાવી રહ્યો છે.આ પહેલા પણ બોલિવૂડ એક્ટ્રેસ મનિષા કોઈલારા કેન્સરની બીમારી સામે લડીને જંગી જીતી ચૂકી છે. જોકે બોલિવૂડ સ્ટાર્સની લાઈફસ્ટાઈલના કારણે તેઓ આવી ગંભીર બિમારીનો શિકાર થઈ રહ્યા છે, તેમ પણ સામે આવ્યું હતું.Recent Story

Popular Story