બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સોનાક્ષી સિન્હા બોયફ્રેન્ડ ઝહીર સાથે કરશે રજિસ્ટર્ડ મેરેજ, આ તારીખે યોજાશે વેડિંગ પાર્ટી
Last Updated: 02:05 PM, 13 June 2024
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. હજુ સુધી તેના મેરેજને લઇ કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયું પણ તેના સંબધિત અનેક જાણકારીઓ સામે આવી ચૂકી છે. હવે આ બાબતે એક લેટેસ્ટ અપડેટ મળી છે. જેમાં સોનાક્ષી સિન્હા 23 જૂને રજિસ્ટર્ડ મેરેજ કરશે. ત્યાર બાદ તે એક રિસેપ્શન પાર્ટી આપશે.
ADVERTISEMENT
23મીએ થશે લગ્નની પાર્ટી
ADVERTISEMENT
ઝૂમના એક રિપોર્ટ અનુસાર આ રિસેપ્શન પાર્ટીમાં સોનાક્ષી અને ઝહીરના સબંધીઓ આવશે. સોનાક્ષીના એક મિત્રએ ઝૂમ સાથે આ અંગે વાતચીત કરી હતી. જેમાં તેને કહ્યું કે, "તેને પણ પાર્ટીનું આમંત્રણ મળ્યું છે." તેને એમ પણ કહ્યું કે, "કપલ અગાઉ રજિસ્ટર્ડ મેરેજ કરી ચૂક્યુ છે અથવા 23મી તારીખે કરી શકે છે. ત્યાં કોઈ ઈનિશિએટિવ મેરેજ નહીં થાય, માત્ર પાર્ટી થશે."
અનેક સ્ટાર આવશે મેરેજ પાર્ટીમાં
સોનાક્ષી સિન્હા કે ઝહીર દ્વારા આ મેરેજ અંગે કોઈ જાણકારી નથી અપાઈ. તેમના પરિવારવાળા પાસેથી પણ કોઈ માહિતી નથી મળી રહી. પરંતુ તેમના પરિવારના નજીકના લોકો મીડિયા એજન્સી જણાવી રહ્યા છે કે કપલના લગ્નની ખબર પાક્કી છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે, તેમના લગ્નમાં સલમાન ખાન, હુમા કુરેશી સહિત અનેક લોકો સામેલ થઈ શકે છે.
શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હાની પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે, સોનાક્ષીના આ મેરેજ વિશે જ્યારે તેના પિતા શત્રુઘ્ન સિન્હા અને ભાઈ લવ સિન્હાને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે, આ મેરેજ વિશે અમે કશું જ જાણતા નથી. લવ સિન્હાએ આ મેરેજ વિશે રિએક્શન આપવાનો ઈનકાર કરી દિધો હતો. તેને એમ પણ કહ્યું હતું કે, "આ લગ્નમાં મારુ કોઈ ઈન્વોલમેન્ટ નથી."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Emergency Box Office Collection / પહેલા જ દિવસે ન ચાલ્યો કંગનાની 'ઇમરજન્સી'નો જાદુ, ધીમી શરૂઆત સાથે જુઓ કેટલી કમાણી કરી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.