બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:38 PM, 14 June 2024
હીરામંડી બાદ હવે સોનાક્ષી સિન્હા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એવી ઘણી ખબરો વાયરલ થઈ રહી છે કે સોનાક્ષી સિન્હા 23 જૂને રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નની ખબરો પર સોનાક્ષી સિન્હાનું અત્યાર સુધી કોઈ રિએક્શન સામે નથી આવ્યું. પરંતુ આ બધાની વચ્ચે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી દીધી છે.
ADVERTISEMENT
લગ્નની ખબરોની વચ્ચે સોનાક્ષીની પોસ્ટ વાયરલ
ADVERTISEMENT
સોનાક્ષી સિન્હાએ 13 જૂનની સાંજે પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી સ્ટોરી સેક્શનમાં એક વીડિયો રી-શેર કર્યો હતો. વીડિયોમાં હીરામંડી સીરિઝની એપિસોડિક ડાયરેક્ટર મિતાક્ષરા કુમાર એક ઈન્ટરવ્યૂ આપતી જોવા મળી રહી છે. મિતાક્ષરા કુમાર વીડિયો ઈન્ટરવ્યૂમાં સોનાક્ષી સિન્હાના વખાણ કરી રહી છે.
મિતાક્ષરાના વખાણનો જવાબ સોનાક્ષી સિન્હાએ તેમના વીડિયોને રી-શેર કરીને એક કેપ્શનની સાથે આપ્યો છે. સોનાક્ષીએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, "તુમ ટ્રીટ હો" અને સાથે જ ત્રણ રેડ હાર્ટ ઈમોજી લગાવીને એક્ટ્રેસે મિતાક્ષરાને ટેગ કરી છે.
લગ્નને લઈને શત્રુધ્ન સિન્હાનું રિએક્શન
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની ખબરો સોશિયલ મીડિયા પર ખૂબ ચાલી રહી છે. આ ખબરો પર સોનાક્ષી સિન્હાના પિતા અને દિગ્ગજ એક્ટર રાજનેતા શત્રુધ્ન સિન્હાનું રિએક્શન સામે આવી ચુક્યું છે.
શત્રુધ્ન સિન્હાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "હું તેમના લગ્નની ખબરની પુષ્ટિ પણ નથી કરતો અને ખંડન પણ નથી કરતો. સમય જ જણાવશે તેમને હંમેશા મારા આશીર્વાદ મળશે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.