Sonakshi Sinha knocks Akshay Kumar off his chair during Mission Mangal interview, Taapsee Pannu knows
Viral Video /
સોનાક્ષી સિંહાએ અક્ષય કુમારને બધાની સામે માર્યો એવો ધક્કો, પડ્યો જમીન પર
Team VTV03:01 PM, 11 Aug 19
| Updated: 03:12 PM, 11 Aug 19
બોલીવુડનો ખેલાડી કુમાર અક્ષય કુમાર જલ્દીથી ફિલ્મ મિશન મંગલમાં નજરે આવશ અને એ પોતાની આ ફિલ્મનું પ્રમોશન પૂરી ટીમની સાથે જોરશોરથી કરી રહ્યો છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર હાલ પોતાની આગામી ફિલ્મ 'મિશન મંગલ' ને લઇને ખૂબ વ્યસ્ત છે. અક્ષયની આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે, પરંતુ આ ફિલ્મના રિલીઝ થતા પહેલા જ અક્ષયના નામે એક બીજો પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. 'પેડમેન' ને સામાજિક મુદ્દા પર બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી. હાલ મિશન મંગલના પ્રમોશનમાં લાગેલા અક્ષયની સાથે ત્યારે એક ઘટના બની, જ્યારે સોનાક્ષી સિંહાએ એને ધક્કો મારીને જમીન પર પાડવી દીધો. જી હાં આ વાત બિલકુલ સાચુ છે પરંતુ આ એક મજાક હતી.
એન્ટરટેનમેન્ટ જગતના એક જાણીતા ફોટોગ્રાફરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે, જે ફિલ્મ 'મિશન મંગલ'ના પ્રમોશન દરમિયાનનો છે. આ વીડિયોમાં અક્ષય 'મિશન મંગલ'ની ટીમની સાથે બેસીને વાત કરતો નજરે આવી રહ્યો છે. એની એકત બાજુ સોનાક્ષી સિંહા અને બીજી તરફ તાપસી પન્નૂ બેઠેલી છે. આ વચ્ચે અક્ષયને સોનાક્ષી ધક્કો આપે છે, જેનાથી અક્ષય જમીન પર પડી જાય છે. ત્યારબાદ ત્યાં હાજર તમામ સ્ટાર્સ હસવા લાગે છે.
થોડી વાર માટે સોનાક્ષીના આવું કરવા પર દરેક લોકો હેરાન રહી જાય છે. પરંતુ થોડી વાર બાદ જ્યારે સોનાક્ષી સિંહા હસવા લાગે છે તો તાપસી સમજી જાય છે કે આ ફ્રેંક હતા. તાપસી કહે છે, કદાચ અક્ષયે સોનાક્ષીને આવું કરવા માટે કહ્યું હોય કારણ કે વાતચીત દૉરમિયાન પત્રકારોને ડરાવી શકાય અને આ બધુ રેકોર્ડ થઇ જાય.