બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'હું તો માનવતા પર...', સોનાક્ષી સિન્હાએ ધર્મ પરિવર્તન કરવા અંગેની અટકળો પર સસરાએ તોડ્યું મૌન
Last Updated: 12:46 PM, 22 June 2024
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન હાલ ચર્ચામાં છે. પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ચુક્યા છે. આ વચ્ચે બન્નેના અલગ ધર્મને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. લગ્ન હિંદૂ રીતિ રિવાજથી થશે કે મુસ્લિમ રીતે.
ADVERTISEMENT
તેની સાથે જ એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે લગ્ન બાદ સોનાક્ષી ધર્મ પરિવર્તન કરશે કે નહીં. પરંતુ આ બધા સવાલોના જવાબ ઝહીર ઈકબાલના પિતા રતનસી ઈકબાલે આપ્યા છે. અને દરેક અટકળોને શાંત કરી દીધી છે.
ADVERTISEMENT
સોનાક્ષીના ધર્મ પરિવર્તન પર રતનસીનો જવાબ
એક ઈન્ટરવ્યૂમાં રતનસી ઈકબાલને જ્યારે ભાવી પુત્રવધુ સોનાક્ષી સિન્હાના ધર્મ પરિવર્તનને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે બધા સવાલને ફગાવતા કહ્યું- "એ વાત પાક્કી છે કે તે પોતાનો ધર્મ પરિવર્તન નથી કરી રહી. બન્નેનું મિલન દિલોનું મિલન છે. તેમાં ધર્મની કોઈ ભુમિકા નથી."
વધુ વાંચો: આ તારીખથી ધર્મ સંકટ માટે તૈયાર રહેજો! જો તમારી પણ છે આ રાશિ, શનિ ચાલશે ઉલટી ચાલ
તેમણે આગળ કહ્યું, "હું માનવતા પર વિશ્વાસ કરૂ છું. હિંદૂ લોકો ભગવાનને ભગવાન કહે છે અને મુસલમાન અલ્લાહ કહે છે. પરંતુ આખરે આપણે મનુષ્ય છીએ. મારો આશીર્વાદ ઝહીર અને સોનાક્ષીની સાથે છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.