બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સોનાક્ષીના લગ્નની તૈયારીઓ વચ્ચે શત્રુઘ્ન સિન્હા પહોંચ્યા જમાઇના ઘરે, સામે આવી તસવીર
Last Updated: 03:08 PM, 21 June 2024
બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઈકબાલ 23 જૂને ઓફિશ્યલી હંમેશા માટે એક બીજાના થઈ જશે. ત્યાં જ એક્ટ્રેસના લગ્નના ફંક્શન શરૂ થઈ ચુક્યા છે. આ વચ્ચે ગઈ કાલે રાત્રે શત્રુઘ્ન સિન્હા પોતાની પત્ની પૂનમ સિન્હા સાથે વેવાઈનાના ઘરે પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
ADVERTISEMENT
સોનાક્ષીના સાસરે પહોંચ્યા શત્રુઘ્ન સિન્હા
ADVERTISEMENT
જોકે આ પહેલા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોનાક્ષીનો પરિવાર તેના આ નિર્ણયથી ખુશ નથી. પરંતુ હવે પાપા શત્રુઘ્ન સિન્હાએ આ ખબરો પર બ્રેક લગાવી દીધો છે. આ વચ્ચે શત્રુધ્ન સિન્હાએ પોતાના જમાઈ ઝહીર ઈકબાલની સાથે ખૂબ પોઝ આપ્યા અને બન્ને એક બીજા સાથે વાત કરતા અને હસતા પણ જોવા મળ્યા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વધુ વાંચો: 21 જૂન એટલે વર્ષનો સૌથી લાંબો દિવસ, આજે 12 નહીં 14 કલાક, રોજ કેમ આવું નથી હોતું, જાણો
આ વીડિયો સામે આવ્યા બાદ ફેંસ પણ રિએક્શન આપી રહ્યા છે કારણ કે અત્યાર સુધી ઘણા મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોનાક્ષીના માતા-પિતા એટલે કે શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હા અને ભાઈ લવ સિન્હા તેમના લગ્નથી ખુશ નથી. એવામાં શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાએ ઈકબાલના ઘરે પહોંચીને અફવાહોનો અંત લાવી લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.