બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આજે શત્રુઘ્ન સિન્હા સોનાક્ષીને આપશે વિદાય, સાંજે ગ્રાન્ડ રિસેપ્શન, સામે આવ્યો વેડિંગ ડ્રેસનો Video

મનોરંજન / આજે શત્રુઘ્ન સિન્હા સોનાક્ષીને આપશે વિદાય, સાંજે ગ્રાન્ડ રિસેપ્શન, સામે આવ્યો વેડિંગ ડ્રેસનો Video

Last Updated: 09:07 AM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નનો દિવસ આવી ગયો છે અને આજે રજિસ્ટર્ડ મેરેજ બાદ સાંજે એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવશે. લગ્ન પહેલા જ સોનાક્ષીના વેડિંગ ડ્રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આજે એટલે કે 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષી અને ઝહીરના લગ્ન ન તો હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે થશે કે ન તો મુસ્લિમ રિવાજ પ્રમાણે. સોનાક્ષી અને ઝહીર રજિસ્ટર્ડ મેરેજ કરવા જઈ રહ્યા છે અને રિપોર્ટ અનુસાર આ લગ્નની વ્યવસ્થા વરરાજા ઝહીર ઈકબાલના ઘરે કરવામાં આવી છે.

અત્યારે સોશિયલ મીડિયા પર ફક્ત સોનાક્ષી અને ઝહીરના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે અને લગભગ લોકો લગ્ન વિશે પળેપળની અપડેટ મેળવવા માંગે છે. સાથે જ સોનાક્ષીના ચાહકો એ જાણવા માટે ખૂબ ઉત્સુક છે કે અભિનેત્રી તેના લગ્નમાં કેવો આઉટફિટ પહેરશે.

હવે લગ્નની તસવીરો આવે તે પહેલા અમે તમને સોનાક્ષીના વેડિંગ ડ્રેસની એક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં એક વ્યક્તિ કારમાંથી હેવી ડ્રેસ ઉતારતો જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે આ સોનાક્ષી સિન્હાનો બ્રાઈડલ ડ્રેસ છે.

Website Ad 3 1200_628

જે વીડિયો વાયરલ થયો છે તેમાં દેખાય છે કે સોનાક્ષી લગ્નમાં પેસ્ટલ પિંક શેડમાં કંઈક પહેરવા જઈ રહી છે. લહેંગા પર સિલ્વર કલર વર્ક દેખાય છે. હવે જોવાનું એ રહેશે કે સોનાક્ષી તેને કેવી રીતે કેરી કરે છે અને તેની સાથે કઈ જ્વેલરી અને એસેસરીઝ મેચ કરે છે.

વધુ વાંચો: નેશનલ ક્રશ શારવારી વાઘના સ્ટાઇલિશ લુક્સના ફેન્સ થયા દિવાના, જુઓ બોલ્ડ તસવીરો

એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી અને ઝહીર આજે રજિસ્ટર્ડ લગ્ન કરશે અને ત્યાર બાદ સાંજે જ મુંબઈના દાદરમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટન પર રિસેપ્શન પાર્ટી આપશે. જેમાં ઘણા સ્ટાર્સને આમંત્રિત કરવામાં આવશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonakshi Sinha Zaheer Iqbal Wedding Sonakshi Sinha Zaheer Iqbal Sonakshi-Zaheer Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ