બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પપ્પા એક વાર આવો' શહીદી પછી 7 વર્ષના પુત્રે કર્નલ પિતાને મોકલ્યાં મેસેજ, દિલ વલોવાયું

હૃદયદ્રાવક / 'પપ્પા એક વાર આવો' 7 વર્ષનો પુત્ર શહીદ કર્નલ પિતાને મોકલી રહ્યો મેસેજ, ભોળિયો સાંભળે પ્રાર્થના !

Last Updated: 10:47 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહીદ થયાં બાદ પણ 7 વર્ષનો એક છોકરો તેના પિતાને વોઈસ મેસેજ મોકલીને પાછા આવવાનું કહી રહ્યો હતો. આ પ્રસંગે હૃદય ભારે વલોવી નાખ્યું.

જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓ સામે લડતાં શહીદ થયેલા કર્નલ મનપ્રીત સિંહના 7 વર્ષના પુત્ર કબીરને ક્યાં ખબર હતી કે પપ્પા હવે કદી પણ પાછા નથી આવવાના. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સામે લડતાં લડતાં બહાદુરીભરી શહીદી વહોરનાર કર્નલ મનપ્રીતના 7 વર્ષના પુત્ર કબીરને હજુ પણ ખબર નથી કે તેના પિતા હવે આ જગતમાં નથી, કબીર હજુ પણ પપ્પાના નંબર પર વોઈસ મેસેજ મોકલીને તેમને પાછા આવવાનું કહી રહ્યો છે.

શું કહી રહ્યો છે કબીર

કબીર ઉપરાઉપરી મેસેજ મોકલી રહ્યો છે કે "પાપા બસ એક બાર આ જાઓ, ફિર મિશન પે ચલે જાના (પાપા, કૃપા કરીને એકવાર પાછા આવો, અને પછી તમે તમારી ફરજો ફરી શરૂ કરી શકો છો). માતા બોલે નહીં તે માટે કબીર ખાનગીમાં પપ્પાને મેસેજ કરી રહ્યો છે.

બાળકોના નામના બે વૃક્ષો વાવ્યાં

શહીદની વિરાંગના જગમીતે અતિ ભાવુક બનતાં કહ્યું કે તેમણે ઘેર તેમણે બે ચિનાર વૃક્ષો વાવ્યા હતા અને તેમના બાળકો - કબીર અને વાણીના નામ પર પ્રેમથી તેમનું નામ રાખ્યું હતું અને વૃક્ષોને નામે બાળકોના નામ કબીર અને વાણી પાડ્યાં હતા. તેમણે કહ્યું કે કર્નલ સિંહ કાશ્મીરમાં લોકોના જીવનને સુધારવા માટે ઉત્સાહી હતા અને તેના પોતાના બાળકોને સમજાવવામાં મુશ્કેલીઓ વિશે પણ વાત કરી કે તે પાછા નહીં આવે. ઘણીવાર કર્નલ મનપ્રીતના રાતના સમયે ફોન આવતા

વધુ વાંચો : પાવાગઢ પર 'વસેલા' તીર્થકંર નેમિનાથ શ્રીકૃષ્ણના પિત્રાઈ, પરણવા જતાં એવું જોયું કે જાન પાછી વળાવી

આ પ્રસંગે હૃદય ભારે વલોવી નાખ્યું

શહીદ પપ્પાને મેસેજ મોકલીને કબીરે દિલ વલોવી નાખ્યું છે. આ ભોળિયા કબીરને ક્યાં ખબર છે પિતા હવે ક્યારેક પાછા આવવાના નથી કારણ કે તેઓ પરલોક સિધાવી ગયાં છે. ભગવાન આ કબીરની પ્રાર્થના સાંભળે.

સંકળાયેલા મુદ્દાઓ

Colonel Manpreet Singh martyrdom Manpreet Singh martyrdom
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ