બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:27 PM, 10 April 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
પરેશ રાવલે કહ્યું- આ વાત સાચી છે કે, તેમના દિકરાએ એક અભિનેતા તરીકે ફિલ્મ સાઈન કરી છે અને આ જાણીને મને આશ્ચર્ય થયું છે. આદિત્યને લેખનમાં રસ હતો, તે બહુ જ સારો સ્ક્રિપ્ટ રાઈટર છે. તે ડાયલોગ્સ અને કવિતા લખે છે. તે લેખક તરીકે ખૂબ જ સારો છે. તેણે વિદેશમાં ક્રિએટિવ રાઈટિંગનો અભ્યાસ કર્યો છે. જેથી મને લાગતું હતું કે તે ફિલ્મો લખશે. મને નહોતી ખબર કે છેલ્લા એ મહિનાથી આદિત્ય અને તેની ફિલ્મની ટીમ જે સ્ક્રિપ્ટ પર કામ કરી રહી હતી તે આ ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. તે વર્કશોપ કરી રહ્યો હતો.
પરેશ રાવલે દિકરાના પહેલાં પ્રોજેક્ટના કલાકારો અને ક્રૂ ટીમ વિશે કહ્યું- હું આ તમામ યુવાનોને ઓળખું છું અને બધાં જ ખૂબ મહેનત કરી રહ્યાં છે. મારી શુભેચ્છાઓ આદિત્ય અને સમગ્ર ટીમ સાથે છે. તમને જણાવી દઈએ કે, બમફાડમાં વિનય વર્મા અને જતિન શર્મા પણ સામેલ છે અને શુક્રવારે જી5 પર તે રિલીઝ થવાની છે.
દિકરાની ફિલ્મના ટ્રેલરને પોઝિટિવ રિસ્પોન્સ મળતાં પરેશ રાવલને સવાલ પૂછવામાં આવ્યો તો એક્ટરે જવાબ આપ્યો- એક પિતા તરીકે જ્યારે મૈં મારા દિકરાને સ્ક્રીન પર જોયો એ ક્ષણ ભાવનાત્મવ અને પ્રેરણાદાયી હતી. તે ફિલ્મમાં ઘણો જ સારો લાગી રહ્યો છે અને તે ન્યૂકમર જેવો નહીં પણ અનુભવી એક્ટર જેવો લાગી રહ્યો છે. જેથી અભિનેતા તરીકેની તેની ક્ષમતા યોગ્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.