બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / Son death in Russia, Patel family's dilemma to bring body home: Father-uncle ready to go to Russia
Dinesh
Last Updated: 10:49 PM, 1 March 2024
સુરતના હેમીલ માંગુકિયાનુ યુક્રેનના ડ્રોન હુમલા દરમિયાન રશિયામાં મોત થયું હતું. રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા હેમીલનુ મોત થતાં મૃતદેહને સુરત લાવવા માટે પરિવાર મૂંઝવણમાં મૂકાયો હતો. હેમીલનો મૃતદેહ લેવા રશિયા જવા માટે પિતા અને કાકાએ વિઝા પ્રક્રિયા શરૂ કરી હતી.
ADVERTISEMENT
હેમીલના મૃતદેહને સુરત લાવવા પરિવાર દ્વિધામાં
દીકરાના મોતના સમાચાર સાંભળીને પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તેવામાં રશિયન સરકાર અને આર્મીએ ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરી મૃતદેહને સુરત પહોંચાડવાની ખાતરી આપી છે. જો કે, મૃતદેહ પરત આવવા અંગે ચોક્કસ માહિતી નહી આપી હોવાથી પરિવાર દ્વિધામાં મૂકાયો છે. તો બીજી તરફ હેમિલના પરિવારના સભ્યો દ્વારા સ્થાનિક નેતાઓની પણ મદદ માગવામાં આવી હતી.
ADVERTISEMENT
વાંચવા જેવું: સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોઈને અભિભૂત થઈ ગયા બિલ ગેટ્સ: કહ્યું અદ્ભુત એન્જિનિયરિંગ, વૉક વે પર લીધી તસવીરો
રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર હતો હેમીલ
હેમીલના પિતા અને કાકા હેમીલના મૃતદેહને લેવા જવા માટે રશિયા જવા માટે તૈયાર થયા તેમજ હેમિલનનો મૃતદેહ તેમને પરત આપવામાં આવશે અને થોડા જ દિવસમાં મૃતદેહ સુરત પરત આવશે. જો કે કઈ તારીખે મૃતદેહ પરિવાર સુધી પહોંચશે તે માહિતી ઇન્ડિયન એમ્બેસી દ્વારા પરિવારને આપવામાં આવી નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.