બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આજે બની રહ્યો છે સોમવાર અને ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ, તો અપનાવો આ ઉપાય, તિજોરી છલકાઇ જશે
Last Updated: 09:18 AM, 24 June 2024
સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવોના દેવ મહાદેવની આરાધના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ આજે બપોર બાદ 3.54 મિનિટ સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર રહેશે. એવામાં સોમવાર અને ઉત્તરાષાઢા નક્ષત્રના સંયોગમાં વિવિધ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઉપાય કરવા જોઈએ.
ADVERTISEMENT
વેપારમાં લાભ માટે
ADVERTISEMENT
જો તમને વેપારમાં સતત પૈસાની કમી થઈ રહી છે કે વેપારમાં તમને લાભ નથી મળી રહ્યો જેનાથી તમે કંઈક નવું કરવાનું વિચારી નથી રહ્યા અને તમારૂ મનોબળ ઓછુ થતુ જઈ રહ્યું છે તો તેના માટે તમે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા પોતાની પાસે 2 સફેદ ફૂલ રાખો અને જ્યારે કામ થઈ જાય ત્યારે તેને પાણીમાં પ્રવાહિત કરી દો.
ઘરના સદસ્યોમાં મતભેદ
ADVERTISEMENT
જો ઘરમાં કોઈ વાતને લઈને સદસ્યોની વચ્ચે અણબનાવ થઈ રહ્યો છે જેના કારણે તમારૂ મન બેચેન રહે છે તો તમે સોમવારના દિવસે નજીકના મંદિરમાં ભગવાન શિવજીને બિલી પત્ર ચડાવો અને સાથે જ કોઈ જરૂરીયાતમંદને એક કટોરી ચોખાનું દાન કરો.
ADVERTISEMENT
ઉપલબ્ધિ માટે
ઉપલબ્ધિઓ સામે હોવા છતાં ન દેખાય આવું ત્યારે થાય છે જ્યારે તમારી પાસે બધુ હોવા છતાં તમને લાગે કે તમારી પાસે કંઈ નથી. તેના માટે તમે સોમવારના દિવસે કોઈ બ્લેન્કેટના આસન પર બેસીને તુલસી કે રૂદ્રાક્ષની બનેલી માળાથી 108 વખત ભગવાન શિવના મંત્રનો જાપ કરો. મંત્ર આ પ્રમાણે છે- ऊँ ऐं ह्रीं सोमाय नम:।
ADVERTISEMENT
કોઈ કામને લઈને પરેશાન હોવ તો
ઘણી વખત વ્યક્તિ કોઈ કામને લઈને ખૂબ જ પરેશાન થઈ જાય છે. મોટાભાગના લોકો સાથે આમ થવું સામાન્ય વાત છે તેનાથી બચવા માટે સોમવારના દિવસે સ્નાન કરીને તુલસીના છોડની 11 વખત પરિક્રમા કરો અને સાથે ઘીનો દિવો કરો.
ADVERTISEMENT
મહેનત છતાં પરિણામ ન મળે ત્યારે
જ્યારે આપણે મહેનત કરીએ અને તેના પ્રમાણે પરિણામ ન મળે તો ખૂબ જ ગુસ્સો આવે છે. જો તમને બધુ જ યાદ રહે છે પરંતુ પરીક્ષા સમયે ભુલી જાવ છો તો તમે ચાંદીનો એક ચોરસ ટુકડો બહાર જતી વખતે પોતાના ખુસ્સામાં હંમેશા રાખો.
ભૌતિક સુખ માટે
જો તમે પોતાના ધન-ધાન્ય અને ભૌતિક સુખોમાં વધારો કરવા માંગો છો તો આજના દિવસે સ્નાન કર્યા બાદ ઘરની આસપાસના કોઈ શિવ મંદિરમાં જઈને જળમાં થોડુ ગંગાજળ નાખીને શિવલિંગ પર ચડાવો. સાથે જ ભગવાન સાથે હાથ જોડીને પ્રાર્થના કરો.
વધુ વાંચો: GYMના હજારો રૂપિયા બચી જશે, જો ઘરે જ કરી લેશો આ 6 કામ, ચપટી વગાડતા બર્ન થઈ જશે કેલેરી
આવક વધારવા માટે
જો તમે પોતાની આવક વધારવા માંગો છો તો આજના દિવસે શિવલિંગ પર દૂધ અર્પિત કરો. જો સંભવ હોય તો ગાયનું દૂધ અર્પિત કરો. સાથે જ શિવ મંત્રનું 11 વખત જાપ કરો. મંત્ર છે- ॐ नम: शिवाय। આ પ્રકારે જાપ પુરૂ થયા બાદ તમારી આવકમાં વધારા માટે ભગવાન સામે હાથ જોડીને વિનતી કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.