સોમવારે છે સોમવતી અમાસ, જાણો શું કરવું અને શું નહીં

By : krupamehta 04:21 PM, 15 April 2018 | Updated : 05:22 PM, 15 April 2018
અમાસ પવિત્ર તિથી છે. આ તિથી પર પિતૃઓની પૂજા કરવામાં આવે છે. જેનાથી પિતૃદોષ અને કાલસર્પ દોષની શાંતિ થાય છે. વૈશાખ માસની અમાસ સોમવારે હોવાથી સોમવતી અમાસ થઇ ગઇ છે. સોમવારે અમાસનો સંયોગ વર્ષમાં 2-3 વખત બને છે, પરંતુ દેવ નક્ષત્ર અશ્વિનીની સાથે પવિત્ર વૈશાખ માસમાં આ સંયોગ ખૂબ જ ઓછો બની રહે છે. એટલા માટે અમાસ પિતૃદોષ અને કાલસર્પ દોષ નિવારણ માટે ખૂબ જ ખાસ થઇ ગઇ છે. 

ઘણા બધા લોકોને જાણ નથી કે અમાસ પર શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ. એવામાં લોકો જાણતા અજાણતાં એવા કામ કરી બેસે છે જેનાથી એમને દોષ લાગે છે. તો બીજી બાજુ એના નાના ઉપાય પણ હોય છે જેને કરવાથી દરેક પ્રકારના પાપ ખતમ થઇ જાય છે. જાણો આ સોમવતી અમાસે તમે શું કરો અને શું નહીં.

શું કરવું જોઇએ
સોમવતી અમાસ પર અનાજ. પાન, હળદર, સિંદૂર અને સોપારીથી પીપળાના ઝાડની પૂજા અને પરિક્રમા કરવામાં આવે છે. દરેક પરિક્રમા પર આમાથી કોઇ પણ ચીજ ચઢાવો. ત્યારબાદ તમે જેટલું દાન આપી શકો એ હિસાબથી ફળ, મિઠાઇ, ખાવાની ચીજો અથવા સુહાગ સામગ્રી કોઇ મંદિરના પુજાપી અથવા ગરીબ બ્રાહ્મણને દાન કરો. 

આ ઉપરાંત સવારે જલ્દી ઊઠીને શિવજીને પાણી ચઢાવો. ગરીબોને ખાવામાં ચીજો દાન કરો. પિતૃઓની પૂજા કરો. ગાય, કૂતરા અને કાગડાને રોટી ખવડાવો. 
 
શું ના કરવું
આ અમાસ પર દારૂ અને માંસથી દૂર રહો. 
શારીરિક સંબંધ બાંધશો નહીં. 
કોઇનું એંઠું ખાશો નહીં. 
ન્હાયા વગર રહેશો નહીં. 
શેવ, હેર કટ અવે નખ કાપશો નહીં. 
બપોરે સૂવાનું ટાળો. 
લસણ ડુંગળી જેવી તામસિક ચીજો પણ ખાશો નહીં. 
 Recent Story

Popular Story