Somnath Trust white marble parvati temple built rs 21 crore cost
સોમનાથ /
ખુશખબરઃ સોમનાથમાં હવે શિવ સાથે શક્તિપીઠના પણ દર્શન થશે, ટ્રસ્ટે લીધો મહત્વનો નિર્ણય
Team VTV04:40 PM, 05 Nov 20
| Updated: 06:24 PM, 05 Nov 20
પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં દર્શને વર્ષે લાખો ભાવિકો આવે છે. ત્યારે હવે શિવ સાથે શક્તિપીઠના પણ દર્શન થશે. સોમનાથ મંદિર પરીરસમાં જ મા પાર્વતીનું ભવ્ય મંદિર બનશે. સોમનાથ ટ્રસ્ટના લેવાયેલા નિર્ણય મુજબ સોમનાથ મંદિરના વર્તમાન સંકુલમાં 21 કરોડના ખર્ચે સફેદ મારબલમાંથી પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.
સોમનાથ મંદિર પરીસરમાં 21 કરોડના ખર્ચથી બનશે ભવ્ય પાર્વતી મંદિર
પાર્વતી માતાનું મંદિર શ્વેત આરસમાંથી બનાવવામાં આવશે
સોમનાથ મંદિરમાં હવે શિવ સાથે શક્તિના પણ દર્શન થશે
યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર કરોડો શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સૌ કોઇ સોમનાથ મંદિરના ઈતિહાસ અને ભવ્યતા વિશે પરિચિત છે. ત્યારે હવે તેમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે. હવે સોમનાથમાં શક્તિપીઠના પણ દર્શન થઇ શકશે. સોમનાથ હરી અને હરની ભુમી તરીકે ઓળખાય છે. અહીં ભગવાન સોમનાથ સાથે ગૌલોકધામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ નીજધામ ગયા તે મંદીર છે તો તાજેરમાં ભવ્ય રામ મંદીરનું પણ અહીં નિર્માણ થયું છે. ત્યારે હવે સોમનાથમાં શિવ સાથે થશે શક્તિના દર્શન કરી શકાશે. થોડા સમયમાં સોમનાથ મહાદેવના મંદિર પરીસરમાં જ પાર્વતી માતાનું ભવ્યાતિભવ્ય મંદિર બનશે. આકાશમાંથી જોવાય તો પણ પાર્વતીજીનું મંદિર અલગ દેખાય તેટલું વિશાળ હશે. ત્યારે શ્રદ્ધાળુઓ શિવ અને પાર્વતીના દર્શનનો લ્હાવો લઇ શકશે.
સોમનાથમાં યાત્રીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે ત્યારે વધુ એક સુવિધાનો લાભ પણ યાત્રીઓને મળશે. મુંબઇમાં મરીન લાઇન્સ છે તેવો જ વોક વે સોમનાથમાં બનવા જઇ રહ્યો છે. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે 1.5 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો વોક વે બની રહ્યો છે. આ વોક વે સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી તૈયાર થશે.
આ વોક વે સાગર દર્શનથી શરૂ થઇને ત્રિવેણી સંગમ સુધી રહેશે
આ યાત્રી વોક વે સાગર દર્શનથી શરૂ થઇને ત્રિવેણી સંગમ સુધી રહેશે. યાત્રાળુઓ આ વોક વે પર ચાલતા સમુદ્ર દર્શન, સોમનાથ મંદિરના દર્શન, રામ મંદિરના દર્શન અને ત્રિવેણ સંગમની અલૌકિક અનુભૂતિ કરી શકશે. આ વૉક વે પર 200 મીટરના અંતે કલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ વોક વેમાં મ્યુઝિક સિસ્ટમ અને આધુનિક લાઇટિંગ પણ હશે. સાથે પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે 2500 કાર પાર્ક થઇ શકે એટલું મોટું વિશાળ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.