somnath temple trust meeting pm modi amit shah lk advani new chairman
બેઠક /
સોમનાથ મંદિરના નવા ચેરમેન તરીકે આ નામ ચર્ચામાંઃ કાલે ટ્રસ્ટની બેઠકમાં PM મોદી, અમિત શાહ, અડવાણી જોડાશે
Team VTV09:29 AM, 10 Jan 21
| Updated: 11:03 AM, 10 Jan 21
સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનના નામને લઇને મહત્વના સમાચાર મળી શકે છે. આવતી કાલે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મળવા જઇ રહી છે.આ બેઠકમાં નવા ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કેશુભાઇ પટેલના નિધન બાદ ચેરમેન પદ ખાલી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, એલ.કે. અડવાણી જોડાશે.
આવતીકાલે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળશે
નવા ચેરમેનની વરણી માટે બેઠક મળશે
PM મોદી, અમિત શાહ, એલ.કે.અડવાણી બેઠકમાં જોડાશે
સોમનાથ મંદિરના નવા ચેરમેનની વરણી માટે આવતીકાલે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠકમાં PM મોદી, અમિત શાહ, એલ. કે. અડવાણી જોડાશે. આ બેઠકમાં નવા ચેરમેનની વરણીને લઇને ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ સોમનાથ મંદિરના ચેરમેનનું પદ હજુ સુધી ખાલી છે. જેને લઇને આ બેઠકમાં આગામી નવા ચેરમેનના નામ પર મહોર વાગી શકે છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ ભાજપના દિગ્ગજ નેતા એલ. કે. અડવાણીનું નામ નવા ચેરમેન તરીકે ચર્ચામાં ચાલી રહ્યું છે, જ્યારે બીજા નામ તરીકે હર્ષવર્ધન નેઓટિયાનું નામ પણ ચર્ચામા ચાલી રહ્યું છે.
કોરોનાકાળ દરમિયાન નવા ચેરમેનની વરણીને લઇને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠકમાં કેશુભાઇ પટેલનાના નિધન બાદ ખાલી પડેલ ચેરમેન પદ પર નવા નામની મહોર વાગે તેવી શક્યતા છે. જેમાં સૌથી મોખરે અડવાણી અને હર્ષવર્ધન નેઓટિયાનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે.