Team VTV09:34 PM, 04 Nov 20
| Updated: 09:38 PM, 04 Nov 20
ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ દર્શનાર્થે આવતા ભક્તો માટે એક ખુશખબર આવ્યા છે. સોમનાથના સમુદ્રકિનારે મરીન ડ્રાઇવ જેવો વોક વે બનશે. જાણો કેવો હશે આ વોક વે....
સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને લઈને એક ખુશખબર
મરીન ડ્રાઈવ જેવો વોક વે સોમનાથમાં બની રહ્યો છે
સમુદ્રતટ પર 1500 મીટર લાંબો વોક વે બનશે
સોમનાથમાં યાત્રીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે ત્યારે વધુ એક સુવિધાનો લાભ પણ યાત્રીઓને મળશે. મુંબઇમાં મરીન લાઇન્સ છે તેવો જ વોક વે સોમનાથમાં બનવા જઇ રહ્યો છે. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે 1.5 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો વોક વે બની રહ્યો છે. આ વોક વે સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી તૈયાર થશે.
આ વોક વે સાગર દર્શનથી શરૂ થઇને ત્રિવેણી સંગમ સુધી રહેશે
આ યાત્રી વોક વે સાગર દર્શનથી શરૂ થઇને ત્રિવેણી સંગમ સુધી રહેશે. યાત્રાળુઓ આ વોક વે પર ચાલતા સમુદ્ર દર્શન, સોમનાથ મંદિરના દર્શન, રામ મંદિરના દર્શન અને ત્રિવેણ સંગમની અલૌકિક અનુભૂતિ કરી શકશે. આ વૉક વે પર 200 મીટરના અંતે કલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ વોક વેમાં મ્યુઝિક સિસ્ટમ અને આધુનિક લાઇટિંગ પણ હશે. સાથે પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે 2500 કાર પાર્ક થઇ શકે એટલું મોટું વિશાળ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, 2 વર્ષ અગાઉ સોમનાથના સમુદ્રકિનારે તૈયાર થનારા વોક વે પ્રોજેક્ટનું અમિત શાહે ભૂમિપૂજન કર્યું હતું. પ્રસાદ યોજના અંતર્ગત કુલ 100 કરોડના યાત્રાધામ વિકાસના કામો સોમનાથ ખાતે નિર્માણ થશે.