બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:09 PM, 23 January 2025
વિવિધ દેશોની સરકારો જે વિકાસના કામ કરે છે તે પૈસા ક્યાંથી આવે છે? મોટાભાગની સરકારોની આવકનો સ્ત્રોત ઇન્કમ ટેક્સ હોય છે. લોકોની કમાણી મુજબ ઇન્કમ ટેક્સ લગાવવામાં આવે છે. દુનિયાના અનેક દેશો એવા છે જ્યાં ભારત કરતા પણ વધુ ઇન્કમ ટેક્સ લગાવવામાં આવે છે તો અમુક દેશોમાં ઓછો ભરવો પડે છે તો અમુક દેશમાં ઇન્કમ ટેક્સ લાગતો જ નથી. આપણે આવા કેટલાક દેશો વિશે જાણીશું.
ADVERTISEMENT
UAEમાં જનતા પર કોઈપણ પ્રકારનો વ્યક્તિગત ટેક્સ વસૂલવામાં આવતો નથી. સરકાર વેટ ( વેલ્યુ એડેડ ટેક્સ) અને અન્ય ટેક્સ જેવા પરોક્ષ કર પર આધાર રાખે છે. યુએઈની અર્થવ્યવસ્થા ક્રૂડ ઓઇલ અને પર્યટનને કારણે ખૂબ મજબૂત છે. જેથી UAE માં લોકોને ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવી છે.
ADVERTISEMENT
બહેરીનનું નામ પણ ટેક્સ ફ્રી દેશોની યાદીમાં સામેલ છે અને આ દેશમાં પણ જનતા પાસેથી કોઈ ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવતો નથી. દુબઈની જેમ અહીંની સરકાર મુખ્યત્વે પ્રત્યક્ષ કરને બદલે પરોક્ષ કર પર આધાર રાખે છે. આ પદ્ધતિ દેશના નાના વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તે અર્થતંત્રને પણ રફ્તાર આપે છે.
કુવૈતનો પણ કરમુક્ત દેશોની યાદીમાં સમાવેશ થાય છે. અહીં કોઈ પર્સનલ ટેક્સ નથી. દેશનું અર્થતંત્ર જે સંપૂર્ણપણે ક્રૂડ ઓઇલની આવક પર આધારિત છે, જેથી જનતા પાસેથી એક પણ રૂપિયો કર વસૂલ્યા વિના સરકાર ચાલે છે. કુવૈતની અર્થવ્યવસ્થાનો સૌથી મોટો ભાગ ઓઈલ એક્સપોર્ટમાંથી આવે છે, જેના કારણે સરકારને સીધો ટેક્સ લેવાની કોઈ જરૂર નથી પડતી. આ મોડેલ અપનાવ્યા બાદ કુવૈત ટેક્સ ફ્રી દેશ હોવા છતાં એક સમૃદ્ધ અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે.
પ્રવાસીઓ માટે સ્વર્ગ તરીકે ઓળખાતું બહામાસ વેસ્ટર્ન હેમિસ્ફીયરમાં આવે છે. આ દેશની ખાસ વાત એ છે કે અહીં રહેતા નાગરિકોને ઇન્કમ ટેક્સ નથી ચૂકવવો પડતો. આ યાદીમાં બહેરીન અને કુવૈત ઉપરાંત ખાડી દેશ ઓમાનનો પણ સમાવેશ થાય છે. ઓમાનના નાગરિકોએ ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર નથી. જેનું કારણ ઓમાનનું મજબૂત તેલ અને ગેસ ક્ષેત્રને માનવામાં આવે છે. ઓમાન, બહેરીન અને કુવૈતની જેમ કતાર પણ આવી જ વ્યવસ્થા છે. કતાર તેના ઓઇલ સેક્ટરમાં પણ ખૂબ જ મજબૂત છે.
સ્વીડનમાં ઇન્કમ ટેક્સ 52.3% લેવામાં આવે છે. તો બેલ્જિયમમાં 50% ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, આ દેશોની સરકારો ટેક્સના પૈસાથી અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.