બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારા કામનું / ક્યાંક તમે તો ક્રેડિટ કાર્ડથી કેશ ટ્રાન્ઝેક્શન નથી કરી રહ્યાં ને? તો પહેલા જાણી લેજો આ નુકસાન
Last Updated: 08:26 PM, 9 October 2024
ક્રેડિટ કાર્ડ આપણને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે તમારી પાસે પૈસા ખૂટી પડ્યા હોય ત્યારે ક્રેડિટ કાર્ડ ઉપયોગી થઈ શકે છે. ક્રેડિટ કાર્ડથી તમને બીજા ઘણા ફાયદા મળે છે. તેની મદદથી તમે તમારા મોટા ટ્રાન્ઝેક્શનને EMIમાં કન્વર્ટ કરી શકો છો.
ADVERTISEMENT
વધુ વાંચો : UPI લાઈટની લિમિટ વધી, હવે તમે એક વારમાં આટલું ટ્રાન્ઝેક્શન કરી શક્શો
ક્રેડિટ કાર્ડ રિ-પેમેન્ટ માટે મળનાર ગ્રેસ પિરિયડ પણ લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે ગ્રેસ પીરિયડ પહેલા ચુકવણી કરી દીધી છે તો તમે બિનજરૂરી વ્યાજ ભરવામાંથી બચી પણ શકો છો. અલગ-અલગ ક્રેડિટ કાર્ડ્સ સાથે વિવિધ ઑફર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળે છે. જેમાં અમુક ક્રેડિટ કાર્ડ સાથે ક્રેડિટ કાર્ડ કેશ એડવાન્સની સુવિધા પણ મળે છે. જેમાંથી તમે કેશ પણ ઉપાડી શકો છો. પરંતુ આવું કરવું તમારા માટે ઘણું મોંઘું પડી શકે છે.
ADVERTISEMENT
ક્રેડિટ કાર્ડ ભલે તમને સરળ અને સુવિધાજનક વિકલ્પ લાગે પરંતુ તેનાથી રોકડ વ્યવહારો કરવાથી અનેક ખરાબ ફાયનાશિંયલ પરિણામનો સામનો કરવો પડી શકે છે. મોટાભાગના ક્રેડિટ કાર્ડ્સમાં રોકડ ઉપાડવાનો વિકલ્પ મળે છે. જેમાં તમે કેટલી રકમ ઉપાડી શકો છો તે તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ પર નિર્ભર કરે છે. મોટા ભાગે તમારી કાર્ડની મર્યાદાના માત્ર 20 થી 40% રોકડ ઉપાડી શકાય છે.
ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાનો સૌથી મોટું નુકશાન તેની ફી હોય છે. આ ફી કુલ રકમના 2.5 અથવા 3% હોઈ શકે છે. મતલબ કે ક્રેડિટ કાર્ડમાંથી 50000 રૂપિયા રોકડ ઉપાડવામાં આવે તો તમારે 1250 થી 1500 રૂપિયા સુધીની ફી ચૂકવવી પડી શકે છે.
આ સિવાય ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડવામાં આવેલ રકમ પર કોઈ ઈન્ટરેસ્ટ ફ્રી ગ્રેસ પીરિયડ નથી મળતો. પૈસા ઉપાડતાની સાથે જ તેના પર વ્યાજ લાગવાનું શરુ થઇ જાય છે. જો તમે પૈસા પરત કરવામાં મોડું કરો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે.
તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને અનેક વખત કેશ ઉપાડો છો તો તે તમારા CIBIL સ્કોરને પણ ખરાબ અસર કરે છે. જેના લીધે તમને ભવિષ્યમાં લોન લેવામાં અને અન્ય બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આથી બિનજરૂરી તેમાંથી કેશ ઉપાડવાનું ટાળો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વર્લ્ડ ડાયાબિટીસ ડે / ડાયાબિટીસના દર્દી બની ગયા છો ખબર કેવી રીતે પડે?, સવાર અને રાતના આ લક્ષણો ન અવગણો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.