વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના સમયમાં શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે. વારંવાર આપણા પરિવારજનો અને સગા-વહાલા ભણવા પર ખૂબ જ ભાર મુકતા હોય છે પરંતુ જો તમારી પાસે ક્ષમતા છે પણ ડિગ્રી નથી તેમ છતાં તમે અલગ ચીલો ચાતરીને દેશમાં કોઇને કોઇ ક્ષેત્રમાં તેમણે ડંકો વગાડી શકો છો. આજના આ દિવસે આપણે આપણા ગુજરાતના જ એવા દિગ્ગજ નેતાઓ વિશે જાણીશું કે તેઓએ શું અભ્યાસ કર્યો છે અને તેમની સંપત્તિ શું છે.
આજના દિવસે ગુજરાતના કેટલાક મંત્રીઓના અભ્યાસની અને સંપત્તિની વાત કરીએ તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ LLB અને નાયબ મુખ્યમંત્રી SYBcom સુધી અભ્યાસ કરેલો છે. ત્યારે ખાસ કરીને ધારાસભ્યમાંથી મંત્રી બનેલા કેટલાક મંત્રીઓએ ધોરણ-10 સુધીનો અભ્યાસ કરેલો છે. ગુજરાત સરકારના એકમંત્રી એવા પણ છે જેમણે MBAનો અભ્યાસ કર્યો છે.
વિજય રૂપાણી - B.A, LLB
(મુખ્યમંત્રી)
સંપત્તિ- 9 કરોડથી વધુ
દેવું- આશરે 83 લાખ
CM વિજય રૂપાણી
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ B.A અને LLBનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કર્યો છે. તેઓ રાજકોટની પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. તેની સંપત્તિની વાત કરવામાં આવે તો તેમની પાસે 9 કરોડથી વધુ રૂપિયાની સંપત્તિ ધરાવે છે અને હાલમાં આશરે 83 લાખ જેટણું દેણું છે.
નીતિનભાઇ પટેલ- S.Y.B.COM
(નાયબ મુખ્યમંત્રી)
સંપત્તિ- 2 કરોડથી વધુ
દેવું- એકપણ રૂપિયાનું નથી
Dy CM. નીતિનભાઇ પટેલ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન ભાઇ પટેલ કડી(મહેસાણા) બેઠકના ધારાસભ્ય છે. તેમણે S.Y.B.COM સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ 2 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે અને એકપણ રૂપિયાનુ દેણું નથી.
ભુપેન્દ્રસિંહ ચુડાસમા - LLB
(મંત્રી, શિક્ષણ(પ્રાથમિક,માધ્યમિક,પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંવર્ધન અને નાગરિક ઉડ્ડયન)
સંપત્તિ- 8 કરોડથી વધુ
દેવું- આશરે 22 લાખ રૂપિયા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ L.L.Bનો અભ્યાસ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યો છે. જ્યારે તેઓ ધોળકા બેઠકના ધારાસભ્ય છે.
પ્રદિપસિંહ જાડેજા - B.Sc, Graduate
(રાજ્યકક્ષાના ગૃહમંત્રી)
સંપત્તિ- 1 કરોડથી વધુ
દેવું- આશરે 15 લાખ
પ્રદિપસિંહ જાડેજા
રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદની વટવા બેઠકના ધારાસભ્ય છે. તેમણે B.Scનો અભ્યાસ કર્યો છે. તેઓ આ બેઠક પરથી સતત 4 વખત ચૂંટાઇ આવ્યા છે.
આર. સી. ફળદુ, - 10 પાસ
(કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર)
સંપત્તિ- 14 લાખથી વધુ
દેવું- નથી
આર. સી. ફળદુ
રાજ્ય સરકારના કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુંએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ જામનગરની કાલાવાડ બેઠકના ધારાસભ્ય છે.
સૌરભ પટેલ - Post Graduate, B.Com, MBA
(મંત્રી,ઊર્જા વિભાગ)
સંપત્તિ- 65 કરોડથી વધુ
દેવું- નથી
સૌરભ પટેલ
દેશના ધનાઢ્ય લોકોની યાદીમાં સ્થાન ધરાવતા ધીરુભાઇ અંબાણી પરિવારના નજીકના સગા અને ગુજરાત સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલે MBAનો અભ્યાસ કર્યો છે. તેઓ બોટાદ બેઠકના ધારાસભ્ય છે.
વાસણભાઇ આહિર - 7 ધોરણ પાસ
(રાજયકક્ષાના મંત્રી,સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ)
સંપત્તિ- 3 કરોડથી વધુ
દેવું- આશરે 2 લાખ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહિર અંજાર બેઠકના ધારાસભ્ય છે.
કુમાર કાનાણી - 9 ધોરણ પાસ
(રાજયકક્ષાના મંત્રીશ્રી,આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ.)
સંપત્તિ- 2 કરોડથી વધુ
દેવું- આશરે 82 લાખ
કુમાર કાનાણી
રૂપાણી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કુમાર કાનાણીની સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય છે અને તે 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
કુંવરજીભાઇ બાવળીયા - B.Ed
(મંત્રી,પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ)
સંપત્તિ- 1 કરોડથી વધુ
દેવું- એકપણ રૂપિયાનું નથી
કુંવરજીભાઇ બાવળીયા
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયા જસદણ બેઠકના ધારાસભ્ય છે. તેમણે B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે. એકદમ સરળ અને સ્વભાવના કુંવરજી બાવળીયાને એકપણ રૂપિયાનું દેવું નથી.
જવાહરભાઇ પેથલજીભાઇ ચાવડા - 10 ધોરણ પાસ
(મંત્રી,પ્રવાસન, મત્સ્યોદ્યોગ)
સંપત્તિ- 18 કરોડથી વધુ
દેવું- આશરે 8 લાખ
જવાહરભાઇ પેથલજીભાઇ ચાવડા
રાજ્ય સરકારના પ્રવાસન, મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જવાહરભાઇ પેથલજીભાઇ ચાવડા માણાવદર બેઠકના ધારાસભ્ય છે. તેઓ 10 ધોરણ પાસ છે.
જયેશ રાદડીયા - Graduate Professional, BE-CIVIL
(મંત્રી,અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી)
સંપત્તિ- 2 કરોડથી વધુ
દેવું- નથી
જયેશ રાદડીયા
ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી વિભાગના મંત્રી જયેશ રાદડીયા રાજકોટ એક બેઠકના ધારાસભ્ય છે.