બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Some government schools in the state have only one teacher, forcing parents to send their children to private schools
Dinesh
Last Updated: 08:29 PM, 13 February 2024
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સરકારી શાળાની સ્થિતિનો મુદ્દો ચર્ચામાં છે. સરકારી શાળા એક એવી જગ્યા છે કે જ્યાં કોઈએ પોતાના સંતાનોને ભણવા નથી મુકવા પરંતુ જો શિક્ષકની નોકરી મળે તો નોકરી કરવી છે. થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જ સરકારનો કાન આમળતા કહ્યું કે નેતાઓ અને અધિકારીઓના જ સંતાનો ખાનગી શાળામાં ભણે છે અને સરવાળે એવું સાબિત થાય છે કે સરકારને જ સરકારની સિસ્ટમ ઉપર ભરોસો નથી. સામે પક્ષે સરકારી શાળાઓની સ્થિતિ પણ આંકડાઓ જ ઉઘાડી પાડે છે. રાજ્યમાં 1600 જેટલી શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે અને કેટલીક શાળાઓ એવી છે કે જ્યાં શૂન્ય શિક્ષક છે. ઓરડાની અછત તો વર્ષો જૂનો મુદ્દો છે જ. આવા સમયે વાલીઓને પણ માફ કરવા પડે કારણ કે એ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મુકે તો કયા કારણથી મુકે. ખાનગી શાળા ભલે લાખોની ફી લેતી હશે, અન્ય ખર્ચના નામે પણ રૂપિયા વસૂલતી હશે પણ એક માનસિકતા ઉભી થઈ ચુકી છે કે ખાનગી શાળામાં તેના બાળકનો સર્વાંગી વિકાસ થશે પછી ભલે સ્થિતિ વિપરીત જ કેમ ન હોય. સરકારી શાળાઓની કપરી સ્થિતિની વચ્ચે સિક્કાની બીજી બાજુ પણ નજર કરવા જેવી છે. હવે ખાનગી શાળા સંચાલક મંડળ સરકારની જ સામે પડ્યું છે અને બેફામ ફી વસૂલતી શાળાઓને રોકવા બનાવાયેલી FRCને જ ઘૂંટણીયે પાડી દેવા પ્રયાસ કરી રહી છે. ખાનગી શાળા સંચાલક મંડળ એવું જ કહે છે કે FRCને રદ કરો અને ફી લેતી શાળાઓને ફૂગાવા પ્રમાણે દર વર્ષે ચોક્કસ વધારો આપી જ દો. ખાનગી શાળા સંચાલક મંડળ આ પાછળનો તર્ક આપે છે કે વાલીઓ અને સ્કૂલ વચ્ચે ઘર્ષણ ન થાય પરંતુ સૂચિતાર્થ એ જ છે કે ફી નિયમન સમિતિની કોઈ જરૂરિયાત નથી અમે અમારી ફી વસૂલ કરી લઈશું. સરકારી શાળામાં શિક્ષક અને ઓરડાની ઘટ હોય, ગામડામાં સારી પ્રાથમિક શાળા પણ શોધવી મુશ્કેલ હોય આવા સમયે વિદ્યાર્થીઓ કે વાલી પાસે ખાનગી શાળા સિવાય કોઈ વિકલ્પ ખરેખર બચે છે કે નહીં?
ADVERTISEMENT
શિક્ષણની સ્થિતિ શું ?
રાજ્યમાં શિક્ષણની સ્થિતિ અંગેના આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિમાં વિશેષ સુધારો નહીં કરાયો. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન યથાવત છે. સરકારી શાળામાં ઓરડાની અછતનો પ્રશ્ન પણ ઠેરનો ઠેર છે તેમજ ખાનગી શાળા સંચાલકો ફી રેગ્યુલેશનની અવગણના કરે છે. ખાનગી શાળા સંચાલકોએ ફી વધારો માગ્યો છે. વિદ્યાર્થી કે વાલી પાસે ખાનગી શાળાનો જ વિકલ્પ બચે તેવી સ્થિતિ છે.
વિધાનસભાના આંકડાઓમાં શું સામે આવ્યું?
શિક્ષણ માટે સરકારે કરોડોનું બજેટ ફાળવે છે તેમજ બજેટ ફાળવણી છતા રાજ્યમાં શિક્ષણની અવદશા છે. રાજ્યમાં 1600 જેટલી પ્રાથમિક શાળામાં 1 જ શિક્ષક છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં 13000 જેટલા શિક્ષકની જગ્યા ખાલી છે. અમદાવાદ શહેર અને જિલ્લાની પ્રાથમિક શાળામાં 754 ઓરડાની ઘટ તેમજ સરકારી માધ્યમિક શાળાઓમાં 21 ઓરડાની ઘટ છે. ટેટની પરીક્ષા બાદ પણ ભરતી બાકી છે
ખાનગી શાળાની ફી વધુ મોંઘી થશે?
ખાનગી શાળા સંચાલક મંડળ FRCને નાબૂદ કરવા માગે છે અને FRCને નાબૂદ કરવા સરકારને રજૂઆત કરી છે. ખાનગી શાળાઓની બેફામ ફી સામે FRC કંઈક અંશે કાબૂમાં લેતી હતી. ખાનગી શાળા સંચાલકો કહે છે કે દર વર્ષે ફૂગાવાના દર મુજબ વધારો આપો તેમજ નિયત વધારા કરતા વધુ ફી લેવી હોય તો જ FRC પાસે જવું તેવી રજૂઆત કરાઈ છે. ખાનગી શાળાનો આડકતરો સંકેત છે કે દર વર્ષે ફિક્સ વધારો સરકાર જ આપે. હજુ પણ અનેક ખાનગી શાળાઓ છે જ જે FRCના નિયમથી વિરુદ્ધ ફી વસૂલે છે. ખોટા ખર્ચ બતાવવા શાળાઓએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાખ્યાના પણ દાવા છે. ખાનગી શાળામાં શિક્ષણ વધુ મોંઘુ થાય તેવા એંધાણ છે.
તાજેતરમાં જ વિધાનસભામાં ખુલી હતી પોલ
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારી શાળા અંગે આંખ ઉઘાડતી વાત કરી છે. ગેનીબેને કહ્યું હતું કે નેતા, અધિકારીઓના સંતાનો સરકારી શાળામાં ભણતા નથી. સરકારને જ સરકારની સિસ્ટમ ઉપર ભરોસો નથી. ધોરણ 6,7ના વિદ્યાર્થી સરખું લખી-વાંચી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં સારી ગુણવત્તાની શાળા ન મળતી હોવાની પણ વાત છે. શિક્ષકો પણ સારુ કામ કરતા ખચકાતા હોવાનો દાવો છે.
શિક્ષક અને વિદ્યાર્થીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?
RTE હેઠળ શિક્ષક અને વિદ્યાર્થીનું પ્રમાણ નક્કી થયું છે. સરકારી શાળામાં 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો નિયમ છે
પાયો જ કાચો રહેશે?
ધોરણ 1 થી 5માં હાલ સૌથી વધુ શિક્ષકોની ઘટ છે. ધોરણ 6 થી 8માં અંગ્રેજી અને ગણિતના 4 થી 5 હજાર શિક્ષકોની ઘટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.