Some areas of Ahmedabad declared as kettle free zone, if stray cattle are caught, owner will be punished, city CP announced
નિર્ણય /
અમદાવાદના આ વિસ્તાર કેટલ ફ્રી ઝોન જાહેર, રખડતા ઢોર પકડાશે તો માલિક દંડાશે, શહેર CPએ કરી જાહેરાત
Team VTV09:19 PM, 19 Dec 21
| Updated: 10:00 PM, 19 Dec 21
મહાનગરપાલિકાઓમાં રખડતાં ઢોરના ત્રાસ પર રોક લગાવવા મનપા એક બાદ એક નિર્ણય લઈ રહી છે ત્યારે હવે પોલીસે પણ કડકાઇ દર્શાવી છે.
અમદાવાદના પશ્ચિમના કેટલાક વિસ્તારો કેટલ ફ્રી
શહેર CP એ પશ્ચિમના વિસ્તારોને કેટલ ફ્રી જાહેર કર્યા
શહેરવાસીઓ રખડતા ઢોરોના ત્રાસથી હતા પરેશાન
અમદાવાદમાં શહેરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે શહેરવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.ત્યારે શહેર પોલીસ કમિશ્નરે પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોને કેટલ ફ્રી ઝોન જાહેર કર્યા હતા. જેમાં સ્વસ્તિક ચાર રસ્તા, ગિરીશ ચાર રસ્તા બોડીલાઈન, પંચવટીથી પરિમલ ગાર્ડન ચાર રસ્તા સુધીનો વિસ્તાર તથા સ્ટેડિયમથી ઈન્કમટેક્સ ચાર રસ્તાથી ગાંધી બ્રિજ પશ્ચિમ રિવરફ્રન્ટ રોડનો પણ સમાવેશ થાય છે. લોકોમાં રખડતા ઢોરનો ડર દુર કરવા માટે પોલીસ કમિશ્નરે અનેક વિસ્તારોને કેટલ ફ્રી ઝોન જાહેર કર્યા છે.
કયા વિસ્તાર રખડતાં ઢોર મુક્ત જાહેર કરાયા?
પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટ રોડ ક્રોસ કરી રિવરફન્ટની પૂર્વ દીવાલથી લઈને સમાંતર ગાંધી બ્રિજ,
નહેરુબ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજથી જમણી બાજુ ટાઉનહોલ પાંચ રસ્તા માદલપુર ગરનાળુ, ઈન્દર રેસિડેન્સી ત્રણ રસ્તા,
પરિમલ ચાર રસ્તાથી જમણી બાજુ પંચવટી ગુલબાઈ ટેકરા થઈ પાસપોર્ટ ઓફિસ, સેપ્ટ ચાર રસ્તા, દાદાસાહેબના પગલા, વિજય ચાર રસ્તા, દર્પણ પાંચ રસ્તા, નવરંગ છ રસ્તા,
સરદાર પટેલ બાવલાથી જમણી બાજુ વળી પંચશીલ સોસાયટી થઈ આશ્રમ રોડ ક્રોસ કરીને ચાંપાનેર સોસયટીથી નિધિ હોસ્પિટલ સામે રિવરફ્રન્ટ રોડનો કેટલ ફ્રી ઝોનમાં સમાવેશ થાય છે.
સરદાર પટેલ બાવલાથી સ્ટેડિયમ પાંચ રસ્તા જમણી બાજુ વળી સીધા સ્વસ્તિક ચાર રસ્તા, ગિરીશ ચાર રસ્તા બોડીલાઈન, પંચવટીથી પરિમલ ગાર્ડન ચાર રસ્તા સુધીનો વિસ્તાર તથા સ્ટેડિયમથી ઈન્કમટેક્સ ચાર રસ્તાથી ગાંધી બ્રિજ પશ્ચિમ રિવરફ્રન્ટ રોડનો પણ સમાવેશ થાય છે.
જો ઉપરના
કેટલ ફ્રી ઝોનમાં રખડતા ઢોર જોવા મળશે તો તેના માલિક વિરુદ્ધ કાયદેસર ના પગલાં ભરવામાં આવશે તેવી શહેર CPએ જાહેરાત કરી છે. આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બેઠકમાં રખડતા ઢોર અને જાહેરમાં વેચાતા ઘાસચારા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિર નજીક ઘાસચારાના વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામા આવ્યા હતા.