બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'કેટલાંક અસામાજિક તત્વોએ CCTV હેક કર્યા', રાજકોટની પાયલ હોસ્પિટલના MDનો ચોંકાવનારો દાવો
Last Updated: 02:33 PM, 18 February 2025
રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ વાયરલ થવા મામલે હોસ્પિટલના MD ડૉ. સંજય દેસાઈએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે અને જે ઘટના બની છે તેને આંચકાજનક ગણાવી છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે કેટલાક અસામાજિક તત્વોએ સીસીટીવી હેક કર્યા છે. આ મામલે અમે રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી છે તેવું તેમણે કહ્યું. તેમણે એવી આશા વ્યક્ત કરી કે આ મામલામાં જલદીથી આરોપીઓ પકડાઇ જશે.
શું છે સમગ્ર ઘટના ?
ADVERTISEMENT
રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા હતા..પ્રાથમિક તપાસ અનુસાર, હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની અંગત ક્ષણોનાં 7 જેટલા વીડિયો યુટ્યૂબની (Youtube) એક ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ચેનલ 6 જાન્યુઆરીએ યુટ્યૂબ પર ક્રિએટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 7 સપ્ટેમ્બરનાં રોજ અન્ય સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લિન્ક બની હતી. ટેલિગ્રામ એપ પરનાં ગ્રૂપમાં 90 થી વધારે લોકો જોડાયેલા છે. જો કે, ગ્રૂપમાં ગુજરાતીમાં સંવાદ જોવા મળ્યો નથી. પરંતુ, યુટ્યૂબ ચેનલમાં પોસ્ટ વીડિયોમાં નર્સ અને દર્દી વચ્ચેનો સંવાદ ગુજરાતીમાં છે. દ.ભારતનાં પણ કેટલાક વીડિયો ટેલિગ્રામ ગ્રૂપમાં જોવા મળ્યા છે.
દરમિયાન, હોસ્પિટલનાં એડમીને આ અંગે સ્વીકાર કરતા જણાવ્યું કે, વાઇરલ થયેલાં વીડિયો અમારી જ હોસ્પિટલનાં છે. હોસ્પિટલનાં એડમીને કહ્યું કે, અમારા CCTV હેક થયા છે. જો કે, આ મામલે હાલ સાઇબર ક્રાઇમ (Cyber Crime) દ્વારા તપાસ કરવામાં આવી રહી.
આ પણ વાંચોઃ 2,74,000 હજારના મુદ્દામાલ સાથે સાણંદમાંથી ઝડપાયું બોગસ કૉલ સેન્ટર, વિદેશના લોકોને માયાજાળમાં ફસાવતા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.