બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Soldiers on bike tour celebrate kargil war 20th anniversary Surat

પ્રવાસ / કારગિલ યુદ્ધ લડનારા 15 જવાનો ભારત જોડોનો સંદેશ લઇને સુરત પહોંચ્યા

Hiren

Last Updated: 07:28 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ યુદ્ધની વિજય ગાથા સંભળાવવા અને ભારત જોડોના સંદેશ સાથે 27 દિવસની યાત્રા પર નિકળેલા જવાનો સુરત પહોંચ્યા છે.

કારગીલ યુદ્ધને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ યુદ્ધને લડનાર 15 જેટલા જવાનો બાઈકના પ્રવાસે નિકળ્યા છે. ત્યારે હવે આ જવાનોએ સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાં આવેલા કારગિલ ચોકમાં પૂર્વ સૈનિકોએ બાઈક પર આવેલા જવાનોનું સ્વાગત કર્યુ. ભારત જોડોના સંદેશ સાથે જવાનો બાઈકના પ્રવાસે નિકળ્યા છે.

બાઈક પર નિકળેલા જવાનોએ જલંધર, રજૌરી, દિલ્હીની મુલાકાત લીધી છે. ત્યારે આ જવાનોએ સુરતની મુલાકાત લીધી હતી. સુરતથી હવે આ જવાનો પુના જશે. આ જવાનો 27 દિવસ માટે બાઈક પ્રવાસ પર નિકળ્યા છે. મંગળવારે આ જવાનોનો પ્રવાસ પૂર્ણ થશે.

મહત્વનું છે કે, 27 દિવસની યાત્રા પર નિકળેલા આ તમામ જવાનો ભારત જોડોના સંદેશ સાથે નિકળ્યા છે. ત્યારે સુરત પહોંચતા સુરતીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

જવાનના જણાવ્યા અનુસાર, કારગિલ વિજય દિવસને લઇને અમે તમામે જલંધર, રજૌરી, દિલ્હી થઇને સુરત પહોંચ્યા છીએ. અમે સૌ શહીદ થયેલા જવાનોના મેમોરિયલ થઇને હાલ સુરત સુધી પહોંચ્યા છીએ.

આ છે કારગિલ યુદ્ધનો ઈતિહાસ

20 વર્ષ પહેલા 1999માં 26 જુલાઇના દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. જેને લઇને દર વર્ષે 26 જુલાઇના રોજ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. યુદ્ધની શરૂઆત પાકિસ્તાને કરી હતી. 3 મે 1999એ યુદ્ધ શરૂ થયું હતું અને ભારતે યુદ્ધનો અંત 26 જુલાઇ 1999એ અંદાજિત 3 મહિના બાદ કર્યો હતો.

આ યુદ્ધમાં ભારતીય સેનાના કુલ 527 સૈનિક શહીદ થયા હતા. 1363 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ યુદ્ધને દરેક ભારતીય ગર્વ સાથે દર વર્ષે યાદ કરે છે. 26 જુલાઇએ સમગ્ર દેશ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Kargil war Soldier celebrate surat કારગિલ વિજય દિવસ સુરત Tour
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ