બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અંતરિક્ષમાં રચાશે ઈતિહાસ, પહેલી વખત સર્જાશે કૃત્રિમ સૂર્યગ્રહણ, વૈજ્ઞાનિકોએ કરી તૈયારી

વર્લ્ડ / અંતરિક્ષમાં રચાશે ઈતિહાસ, પહેલી વખત સર્જાશે કૃત્રિમ સૂર્યગ્રહણ, વૈજ્ઞાનિકોએ કરી તૈયારી

Last Updated: 05:40 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ) અંતરિક્ષમાં કૃત્રિમ સૂર્યગ્રહણ સર્જવા તૈયાર થઇ ગયાં છે. અંતરિક્ષમાં કૃત્રિમ સૂર્યગ્રહણ રચવાનો વૈજ્ઞાનિક પ્રયોગ સમગ્ર વિશ્વમાં પહેલી જ વખત થઇ રહ્યો છે.

આ વર્ષે વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે હતુ, જેને કરોડો લોકોએ જોયું હતું. સૂર્યગ્રહણને જોવા માટે લાખો લોકો લાંબા અંતરની મુસાફરી કરીને જ્યાં તે જગ્યાઓ પહોંચ્યા હતા જ્યાં સૂર્યગ્રહણ દેખાતું હતું.આ સાથે, આ દુર્લભ નજારો ઇન્ટરનેટ અને અન્ય માધ્યમો દ્વારા સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો હતો. જો કે, તે ભૂતકાળની વાત છે અને હવે વૈજ્ઞાનિકો સૂર્યગ્રહણ માટે કોઈ ચોક્કસ સમયની રાહ જોવાના નથી, કારણ કે તેઓએ કૃત્રિમ સૂર્યગ્રહણ બનાવવાની તૈયારી કરી લીધી છે.યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ કૃત્રિમ સૂર્યગ્રહણ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.તેમજ તેના પર કામ શરૂ થઈ ગયું છે અને તે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. તેનું લક્ષ્ય કોરોના અને અવકાશના હવામાન પર તેની અસરનો અભ્યાસ કરવાનો છે.

બે ઉપગ્રહોની મદદથી ગ્રહણનું નિર્માણ

એજન્સીએ જણાવ્યું કે, તેના માટે કેટલાક અંતરિક્ષ યાનની જરૂર છે, જેને તેઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તે ઘણી મોટી સ્પેસશિપ નહીં હોય. તે નાના હશે પરંતુ તેમની પાછળનું એન્જિનિયરિંગ એવું હશે કે તેઓ સૂર્યગ્રહણ જેવી મોટી ખગોળીય ઘટના સર્જી શકશે. ESA બે ઉપગ્રહોની મદદથી કૃત્રિમ ગ્રહણ બનાવશે.તેમજ યુરોપિયન સ્પેસ એજન્સીએ આ મિશનનું પ્રોબા-3 નામ આપ્યું છે. પ્રોબા, પ્રોજેક્ટ ઓફ ઓનબોર્ડ ઓટોનોમીનું સંક્ષિપ્ત રૂપ છે.

આ મિશન માટે બે અંતરિક્ષ યાન કોરોનાગ્રાફ અને ઓકલ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. અંતરિક્ષમાં મોકલ્યા પછી તેને 144 મીટર કે તેથી વધુના અંતરે ચોક્કસ સ્થિતિમાં મૂકવામાં આવશે.તે એટલું સચોટ હશે કે મિલીમીટરના સ્તર સુધી પણ કોઈ ફરક નહીં પડે. ઓકલ્ટર સૂર્યની આસપાસ જશે અને તેની ડિસ્કની અવરોધિત કરવા માટે તે સીધો ઉભો રહેશે. આ પ્રક્રિયાથી બીજા ઉપગ્રહ પર તેવો જ પડછાયો બનશે જેવો સૂર્ય ગ્રહણ દરમિયાન ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે.

વધુ વાંચોઃ- નાનકડી વાતમાં અમેરિકામાં ગુજરાતીને ઉતાર્યા મોતને ઘાટ, વીડિયો થયો વાઈરલ

સૂર્યના કોરોનાનો ફોટો પાડવામાં આવશે

આ સાથે, માત્ર સૂર્યના કોરોનાની આસપાસનો વિસ્તાર જ દેખાશે અને બીજો ઉપગ્રહ કોરોના પ્રદેશના અંદરના ભાગની તસવીરો લઈ શકશે.જો સૂર્ય આવનારા પ્રકાશને અવરોધે નહીં, તો કોઈપણ ટેલિસ્કોપ આ પ્રકાશથી અંધ થઈ જશે અને કોરોનાને જોઈ શકશે નહીં.સૂર્ય ગ્રહણ થશે ત્યારે અંતરિક્ષ યાન તસવીર ક્લિક કરશે અને સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવામાં આવશે અને વિવિધ જાણકારી પ્રાપ્ત કરવામાં આવશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

European Space Agency world solar eclipse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ