સૂર્યગ્રહણ 2018: ભારતના લોકો પર શું થથે ગ્રહણની અસર, જાણો

By : juhiparikh 07:46 PM, 12 July 2018 | Updated : 07:46 PM, 12 July 2018
વર્ષનું બીજું સૂર્યગ્રહણ 13મી જુલાઈએ છે. આ ગ્રહણ ભારતમાં નહિ દેખાય, તેથી ગ્રહણના નિયમ અનુસાર ભારતમાં રહેતા લોકોના મનમાં ગ્રહણના સૂતકનો વિચાર નહિ હોય. ભારતના લોકોએ ગ્રહણ દરમિયાન કરવામાં આવતા નિયમોના પાલનની જરૂર નથી. આથી અફવાઓ અને વ્યર્થ વાતો પર ધ્યાન ન આપવું.

હા, જે દેશમાં ગ્રહણ દેખાવાનું હોય ત્યાં રહેતા ભારતીયો પર તેની અસર થઇ શકે છે અને તેમણે સૂતકનું ધ્યાન રાખવું જોઇએ. જે વિસ્તારોમાં ગ્રહણ દેખાશે ત્યાં માત્ર ગ્રહણના સૂતકના નિયમનું પાલન જરૂરી માનવામાં આવ્યું છે.

વર્ષના બીજા સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય મિથુન રાશિમાં રહેશે અને ચંદ્ર પણ તેની સાથે હશે. આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં સૂર્યગ્રહણ થયું હતું. આ ખગ્રાસ સૂર્યગ્રહણ ઑસ્ટ્રેલિયાના અંતરિયાળ દક્ષિણ ભાગો વિક્ટોરિયા, તસ્માનિયા, પેસિફિક અને હિંદ મહાસાગરમાં જોઈ શકાશે.

ગ્રહણનો આંરભ 7:18 મિનિટ પર થશે અને મોક્ષકાલ 9:43 વાગ્યાનો રહેશે. ગ્રહણ કુલ 2 કલાક અને 25 મિનિટનો રહેશે. ગ્રહણના સમયથી 12 કલાક પહેલાં સૂર્યગ્રહણનો સૂતક કાળ શરૂ થઈ જાય છે. ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણથી 10 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. જે જગ્યાએ ગ્રહણ દેખાશે, ત્યાં રહેતા ભારતીય આ નિયમોનું પાલન કરી શકે છે.

ગ્રહણ કાળ દરમિયાન શું કરવું?

- ગ્રહણ કાળ દરમિયાન માનસિક જપ કરવું જોઈએ, ધ્યાન લગાવવું જોઈએ અને મૌન સાધના કરી શકો છો. આ દરમિયાન પૂજા ન કરવીજોઈએ અને ભગવાનની મૂર્તિ કે તસવીરના સ્પર્શની મનાઈ છે.

- ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન બહાર ન નીકળવું જોઈએ. તેમણે રૂમમાં રહેવું જોઈએ અને માનસિક જપ કે ધ્યાન કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન ખાવાની વસ્તુઓમાં તુલસીનાં પત્તાં નાખવાં જોઈએ.

- માત્ર આંખોથી ગ્રહણ ન જોવું જોઈએ. તે માટે લેન્સ કે ગૉગલ્સનો ઉપયોગ કરવો. તમે ઘરમાં મૂકેલી એક્સ-રે ફિલ્મને આંખોની આગળ રાખીને પણ ગ્રહણ જોઈ શકો છો. આ સાથે સોલર ફિલ્ટર કે સોલર વ્યૂઅરનો પણ ઉપયોગ કરી શકો છો. 

- ખાસ ધ્યાન રાખવું કે, જે માધ્યમથી તમે ગ્રહણ જોઈ રહ્યા હોવ, પછી તે એક્સ-રે ફિલ્મ હોય કે ગ્લાસ, તેની પર સ્ક્રેચ ન હોવાં જોઈએ.

- સૂર્યગ્રહણની તસવીર ક્લિક કરવા માગતા હોવ તો કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો, નહિતર આંખોને નુકસાન થઈ શકે છે. 

- ગ્રહણ કાળ બાદ કોઈ પવિત્ર નદી કે તાજા પાણીથી સ્નાન કરવું જોઈએ. 

- સ્નાન બાદ દાન-પુણ્ય કરવાનું વિધાન આપણી સંસ્કૃતિમાં રહેલું છે.Recent Story

Popular Story