સૂર્યગ્રહણ / વર્ષનું છેલ્લું ગ્રહણ, કંકણાકાર સૂર્યગ્રહણ થયું શરૂ, જાણી લો આ ગ્રહણની કેવી થશે અસર

Solar Eclipse 2019 Changes Of Temple Timing Due to SuryaGrahan timings Of Surya grahan Today

સવારે 8.00 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થયું છે જે બપોરે 1.56 કલાક સુધી સૂર્યગ્રહણ ચાલશે. આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ 5.36 કલાક સુધીનું રહેશે. ભારત સહિત અનેક દેશોમાં સૂર્યગ્રહણ જોવા મળશે. સૂર્યગ્રહણ દરમિયાન શુભ કાર્ય કરવાનું ટાળવું જોઇએ. ગ્રહણના 12 કલાક અગાઉ જ સૂર્યગ્રહણ શરૂ થઇ જાય છે. સૂર્યગ્રહણની હવામાન પર પણ વ્યાપક અસર જોવા મળશે. સૂર્યગ્રહણથી બરફવર્ષા અને કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ સાથે સૂર્યગ્રહણ દરમિયાન મંદિરોના કપાટ બંધ રહેશે. સૂર્યગ્રહણ બાદ મંદિરોમાં સફાઇ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રહણ દરમિયાન પૂજા, ઉપાસના અને દર્શન બંધ રખાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ