સૂર્યગ્રહણ 2018: આ 5 રાશિઓના જાતકો આ ગ્રહણમાં બની જશે માલામાલ

By : juhiparikh 02:34 PM, 11 July 2018 | Updated : 02:34 PM, 11 July 2018
13 જૂલાઇ 2018ના અષાઠ મહિનાની અમાસ છે અને આ વખતે અમાસ પર આશિંક રીતે સૂર્યગ્રહણ પણ જોવા મળશે, પરંતુ આ ગ્રહણ ભારતમાં નહી જોવા મળે. આ ગ્રહણ પુનર્વસુ નક્ષત્ર અને હર્ષણ યોગમાં હશે. ગ્રહણ ભારતીય સમયાનુસાર 13 જૂલાઇના સવારે કર્ક અને મિથુન રાશિમાં લાગશે. ગ્રહણના દરમિયાન મિથુન રાશિમાં સૂર્ય અને ચંદ્ર બંને રહેશે. આ વખતે સૂર્યગ્રહણ 5 રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે.

મેષ રાશિ:
ગ્રહણ આ રાશિના જાતકો માટે ખૂબ જ ખુશીઓ લાવશે. આર્થિક સંપન્નતાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં સુધાર આવશે. અચાનક ધન લાભ થવાની સંભાવના રહેલી છે.

મિથુન રાશિ:
ગ્રહણ આ રાશિના જાતકો માટે યાત્રાનો યોગ બનાવી રહ્યુ છે. શુભ સમાચાર મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે. નોકરીમાં પ્રમોશન મળે તેવા સંકેતો સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યા છે. 

તુલા રાશિ:
આ સૂર્યગ્રહણમાં સૌથી વધારે ફાયદો તુલા રાશિના જાતકોને થશે. આર્થિક નફો થવાની સાથે પરિવારની પણ તમામ સમસ્યાઓનો અંત આવી જશે.

મકર રાશિ:
કામમાં સફળતા મળવાના યોગ છે. બગડેલા કામ સરળતાથી પૂરા થશે. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વૃદ્ઘિ થશે અને સારી નોકરીને તક પણ ઉભી થશે.

સિંહ રાશિ:
માતા લક્ષ્મીની વિશેષ કૃપા સિંહ રાશિઓને મળવાની છે. સમાજમાં માન-સન્માન અને કાયદાકીય પરેશાનીઓમાં સફળતા પ્રાપ્ત થશે અને જેનો ધન લાભ થશે.Recent Story

Popular Story