Sola Civil Hospital has not paid how many crores of hotel service bill
અમદાવાદ /
EXCLUSIVE : મહામારીમાં ભગવાન ગણાતા ડૉક્ટર્સ ભગવાન ભરોસે, સોલા સિવિલે નથી ચૂકવ્યા કરોડો રૂપિયા
Team VTV05:06 PM, 20 Feb 21
| Updated: 08:31 PM, 20 Feb 21
ડૉક્ટરો માટે કોરોના સમયે ભાડે રાખેલી હોટલનું ભાડું ચૂકવ્યું નથી. સોલા સિવિલ દ્વારા જે હોટલને ભાડે રાખવામાં આવી હતી.
અમદાવાદ સોલા સિવિલનો વધુ એક વિવાદીત કાંડ આવ્યો સામે
VTVના હાથે લાગ્યા વધુ એક સ્ફોટક પુરાવા
કોરોના સમયે ભાડે રાખેલી હોટલનું ભાડું ચૂકવ્યું નથી
અમદાવાદ સોલા સિવિલનો વધુ એક વિવાદીત કાંડ સામે આવ્યો છે. VTV પાસે વધુ એક સ્ફોટક પુરાવા આવ્યા છે. ડૉક્ટરો માટે કોરોના સમયે ભાડે રાખેલી હોટલનું ભાડું ચૂકવ્યું નથી. સોલા સિવિલ દ્વારા જે હોટલને ભાડે રાખવામાં આવી હતી. તે હોટલ માલિકોને આપેલી ઓર્ડરશીટની કોપી VTVના હાથે લાગી છે. આ હોટલોના કરોડો રૂપિયાનું બીલ માલિકોને ચૂકવાયા નથી. બીલ ન ચૂકવાતા હોટલ માલિકો ધક્કા ખાઇ રહ્યાં છે.
મહત્વનું છે કે, કોરોનાકાળમાં તબીબો અને અન્ય સ્ટાફ દિવસ રાત દર્દીઓની સેવામાં કાર્યરત હતા. અને કોરોનાના કારણે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ ઘરે પણ જઈ શકતા નહોતા. તેમની વ્યવસ્થા માટે અનેક હોસ્પિટલોએ હોટલોને ભાડે રાખી હતી. લોકડાઉનના કારણે તમામ હોટલો સંપૂર્ણ ખાલી પણ હતી. ત્યારે આ પ્રકારની ભાડે રખાયેલી હોટલોમાંથી અનેકને તેના બિલ હજુ સુધી ચૂકવાયા નથી.
હોટલના મેનેજરનું નિવેદન
હોટલના મેનેજરે કહ્યું કે, અમારે ત્યાં 24 જૂન 2020થી હોટલ બૂકિંગ ડૉક્ટર્સ માટે શરૂ થઈ હતી. જેના માટે અમે 2200 અને 2800 રૂપિયા પર રૂમ અને પર નાઈટ માટે કિંમત નક્કિ કરી હતી. તેની સર્વિસ માટે અમારી બે હોટલનું અંદાજિત 2 કરોડ રૂપિયાનું બિલ થયું છે. અમે તેને ફોલઅપ પણ કરીએ છીએ. સાથે અમે તમામ બિલ પણ જમા કરાવ્યા છે. દર સપ્તાહે અમે બિલ રજૂ કરી દેતા હતા. આમ છતાં અમારું પેમેન્ટ આવ્યું નથી. અમે બે વખત લેખિત રજૂઆત પણ કરી છે.
હોટલ કર્મચારીઓનો પગાર નથી થયો
હોટલના અધિકારીએ કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી અમે અમારા કર્મચારીઓની માત્ર અડધો પગાર જ આપી શકીએ છીએ. જે રકમ હોસ્પિટલ તરફથી આવવાની હતી. તે ન આવવાના કારણે અમને મોટી સમસ્યાઓ પડી રહી છે.